અમદાવાદ, 30 મેઃ  15મી મે 2024ના રોજ શેરબજાર પર લિસ્ટિંગ થયેલી આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે 31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા અને સમગ્ર વર્ષ માટેના નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે. તે અનુસાર બેન્કની એયુએમ 23 ટકા વધી છે. ચોખ્ખો નફો 33 ટકા વધી રૂ. 750 લાખ (રૂ. 564 લાખ) થયો છે.

કંપનીએ વાર્ષિક ધોરણે 23 ટકાના મજબૂત વૃદ્ધિ દર સાથે રૂ. 21,121 કરોડની એયુએમ સાથે નાણાંકીય વર્ષ 2024 પૂરું કર્યું છે. વિતરણમાં 20 ટકા વૃદ્ધિના લીધે આ વિકાસ થયો છે. ગત નાણાંકીય વર્ષમાં મોમેન્ટમથી વાર્ષિક ધોરણે ચોખ્ખા નફામાં 33 ટકાનો વધારો જોવા મળ્યો છે. વર્ષ માટેની એયુએમ પર જીએનપીએ 1.08 ટકા હતી અને નેટ એનપીએ 0.71 ટકા હતી જેની સામે ગત નાણાંકીય વર્ષમાં તે અનુક્રમે 1.16 ટકા અને 0.84 ટકા હતી. આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના એમડી અને સીઈઓ રિશિ આનંદે નાણાંકીય વર્ષ 2024ના પ્રદર્શન અંગે જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2024 અમારા માટે ઉત્કૃષ્ટ વર્ષ રહ્યું છે. 20 રાજ્યોમાં 534 જિલ્લાઓને આવરી લેતી 523થી વધુ શાખાઓ સાથે સમગ્ર ભારતમાં વિસ્તરણ કર્યું છે અને 2,66,000 લાઇવ અકાઉન્ટ્સને સેવાઓ આપીએ છીએ.

Key Performance Highlights:

(INR Cr)FY24FY23YoY
AUM21,12117,22323%
Disbursements7,0725,90320%
Profit after tax750564*33%
Net worth4,4503,69820%
ROA (%)4.2%3.6%*+ 60 bps
ROE (%)18.4%16.5%*+ 190 bps
        * Prior to taking into account  exceptional items

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)