અદાણી ગ્રુપે ઓફશોર સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ મારફતે ભારતની બે અગ્રણી સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ લિમિટેડ અને એસીસી લિમિટેડમાં સ્વિત્ઝર્લેન્ડ સ્થિત હોલસિમ લિમિટેડનો સંપૂર્ણ હિસ્સો રૂ. 81 હજાર કરોડમાં ખરીદવાની જાહેરાત કરી છે. અદાણી ગ્રુપે હોલસિમ લિમિટેડની બન્ને સિમેન્ટ 10.50 અબજ ડોલરમાં હસ્તગત કરશે તેવી જાહેરાત કરી છે. અદાણી દ્વારા આટલી મોટી રકમમાં કરવામાં આવેલી આ ડીલ અત્યાર સુધીની તેની સૌથી મોટી ડીલ છે. ઉપરાંત તે ભારતની અત્યાર સુધીની સૌથી મોટી M&A ડીલ માનવામાં આવે છે. એસોસિએટેડ સિમેન્ટ કંપનીઝ (ACC)માં હોલસિમ કંપની માલિકી હિસ્સો ધરાવે છે. તે સ્વિત્ઝર્લેન્ડની બિલ્ડિંગ મેટરીયલ કંપની છે. ACCની શરૂઆત 1લી ઓગસ્ટ 1936ના રોજ મુંબઈમાં થઈ હતી. તે સમયે અનેક ઉદ્યોગ ગ્રુપે સાથે મળી તેની શરૂઆત કરી હતી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે ભારતમાં હોલસિમની સિમેન્ટ કંપનીઓને અમારી ગ્રીન એનર્જી અને લોજીસ્ટિક્સ સાથે જોડીને તે વિશ્વની સૌથી મોટી ગ્રીનેસ્ટ સિમેન્ટ કંપની બનાવશું. નિયમનકારી મંજૂરી બાદ આ ડીલ પૂરી થશે. અંબુજા સીમેન્ટ માટે ઓપન ઓફર પ્રાઈઝ શેરદીઠ રૂપિયા 385 અને ACC માટે શેરદીઠ રૂપિયા 2300 છે. હોલસિમની અંબુજા સિમેન્ટમાં અને ACCમાં હિસ્સો તથા ઓપન ઓફર કન્સીડરેશનની વેલ્યુ 10.5 અબજ ડોલર છે.

સ્ટ્રેટેજી બિહાઇન્ડ ટેકઓવર ઓફ એસીસી- અંબુજા

  • આગામી દાયકાઓ સુધી ભારત વિશ્વનું સૌથી વધુ સિમેન્ટની માંગ ધરાવતા અર્થતંત્ર તરીકે જળવાઈ રહે તેવી શક્યતા
  • ભારત વિશ્વનું સૌથી મોટું બીજા ક્રમનું સિમેન્ટ બજાર હોવા છતાં સરેરાશ વૈશ્વિક ધોરણે માથાદીઠ સિમેન્ટનો વપરાશ અડધાથી પણ ઓછો

અંબુજા અને એસીસીની સ્ટ્રેન્થ એટ એ ગ્લાન્સ

  • અંબુજા સિમેન્ટ્સ અને ACC પાસે વાર્ષિક 70 મિલિયન ટનની સંયુક્તપણે સ્થાપિત ઉત્પાદન ક્ષમતા છે.
  • બન્ને કંપની પાસે 23 સેમેન્ટ પ્લાન્ટ, 14 ગ્રેડિંગ સ્ટેશન્સ, 80 રેડી-મિક્સ કોંક્રીટ પ્લાન્ટ તથા સમગ્ર ભારતમાં 50,000 કરતા વધારે ચેનલ પાર્ટનર છે.
  • તેની સામે આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રા ટેક સિમેન્ટ દેશની સૌથી મોટી કંપની છે. તેની વાર્ષિક ક્ષમતા 119 મિલિયન મેટ્રીક ટન છે.

ભારતમાંથી બિઝનેસ સમેટી લેશે હોલસિમ

હોલસિમ કંપનીએ ભારતમાં 17 વર્ષ અગાઉ શરૂઆત કરી હતી. આ ડીલ બાદ તે પોતાનો કારોબાર બંધ કરી શકે છે. હોલસિમ ગ્રુપની ભારતમાં બે સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ અને ACC લિમિટેડમાં હિસ્સો ધરાવે છે. 73,128 કરોડનું વેલ્યૂ ધરાવતી અંબુજા સિમેન્ટમાં હોલસિમની 63.1% હિસ્સેદારી છે. ACCમાં અંબુજા સિમેન્ટની 50.05 ટકા હિસ્સો છે.ACCમાં અંબુજા સિમેન્ટ 50.05% હિસ્સો ધરાવે છે. જ્યારે હોલસિમનો 4.48% હિસ્સો છે. હોલસિમનો ભારત સ્થિત બિઝનેસ ખરીદવા માટે ACCના 26% હિસ્સા માટે ઓપન ઓફર કરવાની રહેશે

જાહેરાતના પગલે અદાણી જૂથ- એસીસી- અંબુજાના શેર્સ ઉછળ્યા

કંપની

બંધ

સુધારો%

અદાણી એન્ટર

2120

3.16

અદાણી પોર્ટ

712.25

0.87

અદાણી પાવર

267.35

4.9

અદાણી ટ્રાન્સ

2249.20

1.51

અદાણી ગ્રીન

2282.50

5.10

અદાણી ટોટલ

2400

1.01

અદાણી વિલ્મર

577.40

1.08

એસીસી

2192

3.70

અંબુજા સિમે.

368.10

2.59