અમદાવાદ, 3 નવેમ્બરઃ અદાણી ગ્રૂપનો એક ભાગ એવા અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (AEL) એ 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને અર્ધ વાર્ષિક  પરિણામો જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2023-24 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન તેની મજબૂત ઇન્ક્યુબેશન પાઇપલાઇનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કંપનીના તાજેતરના પરિણામો ગ્રીન હાઇડ્રોજન ,ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ, એરપોર્ટ અને રોડ સહિત મુખ્ય ઇન્ક્યુબેટિંગ વ્યવસાયોના ઉદભવને દર્શાવે છે, જેનું એકંદર EBITDAમાં સામૂહિક રીતે 48% યોગદાન આપ્યું છે.

કોન્સોલિડેટેડ EBIDTA 43%
વધીને રૂ. 5,874 કરોડ
રોકડ ઉપાર્જન1 48% વધી
રૂ. 2,733 કરોડ
ઇન્ક્યુબેટિંગ એસેટ્સ સમર્થિત
EBIDTA 111%વધી રૂ.2825 કરોડ
ઇન્ક્યુબેટિંગ એસેટ્સ સમર્થિત
વ્યવસાયો PBT 22ગણો વધી રૂ.1210

અદાણી ઔદ્યોગિક સમૂહના ચેરમેન ગૌતમ આદાણીએ જણાવ્યું હતું કે ઇન્ક્યુબેશનની પહોંચ અને તીવ્રતાના સત્વને મૂળભૂત રીતે અમે પુન: આકાર આપી રહ્યા છીએ. અદાણી એન્ટરપ્રાઇઝીસએ એનર્જી,યુટીલિટી,પરિવહન, ડાયરેક્ટ ટુ કસ્ટમર અને પ્રાથમિક ઉદ્યોગોના ક્ષેત્રને વિશાળ પાયે આવરી લીધા છે. તેમણે ઊમેર્યું હતું કે અનેક સાહસો હવે બજારને સ્પર્શવા અને માંગને અનુસરવા સજ્જ થવા સાથે ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ માસિક સમયના પરિણામોને મુખ્ય ઇન્ફ્રા ઇન્કયુબેટિંગ વ્યવસાયે પ્રચંડ મજબૂતી આપી છે તે અમારા ઇન્કયુબેટિંગ સાહસોનો મજબૂત પૂરાવો છે.