અદાણી ગ્રીન એનર્જીઃ નવ માસમાં આવક ૫૭% વધી રુ.૫૭૯૪ કરોડ
EBITDA ૫૨% વધી EBITDA ૯૨% માર્જિન સાથે રૂ.૫,૪૧૨ કરોડ | રોકડ નફો ૬૧% વધી રૂ. ૨,૯૪૪ કરોડ |
કામકાજની ક્ષમતા ૧૬% વધી ૮,૪૭૮ MW | ઉર્જા વેચાણ ૫૯% વધી ૧૬૨૯૩ મિલિયન યુનિટ |
અમદાવાદ, 31 જાન્યુઆરી: પ્યોર-પ્લે રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ પૂરા થતા ક્વાર્ટર અને નવ મહિનાના નાણાકીય પરિણામો આજે જાહેર કર્યા છે.
મુખ્યત્વે ગત વર્ષમાં ૧,૧૫૪ મેગાવોટનો ક્ષમતામાં વધારો અને સુધારેલ ક્ષમતાના ઉપયોગ જેવા પરિબળોથી પ્રેરિત આવક, EBITDA અને રોકડ નફામાં મજબૂત વૃદ્ધિ . સાતત્યપૂર્ણ ઉદ્યોગ-અગ્રણી EBITDA માર્જિન AGEL ની શ્રેષ્ઠ ઉચ્ચ કક્ષાની કામગીરી અને જાળવણીના આયામોએ કંપનીને નીચી કામકાજ અને જાળવણીના ખર્ચના કારણે ઉચું વીજ ઉત્પાદન કરવા સક્ષમ કરી છે. નેટ ડેટ ટુ રન-રેટ EBITDA સાથે મજબૂત રન-રેટ EBITDA રૂ. 7,806 કરોડ ડિસેમ્બર 2023 સુધીમાં 4.98x પર છે જે ગત વર્ષે 5.6x હતો. અદાણી ગ્રીન એનર્જી લિ.ના સીઇઓ અમિત સિંઘે જણાવ્યું હતું કે ૨૦૩૦ સુધીમાં લક્ષિત ૪૫ ગીગાવોટ ક્ષમતા માટે સુરક્ષિત વૃદ્ધિની કેડી ઉપર આગળ વધવા માટે મૂડી વ્યવસ્થાપનનું સુદ્રઢ માળખું મૂક્યું છે. સ્થાનિકીકરણ, સ્કેલ પર ડિજિટલાઇઝેશન, વર્કફોર્સ વિસ્તરણ અને યોગ્યતા નિર્માણ પર ભાર મૂકવા સાથે પુરવઠાની સ્થિતિસ્થાપક શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરીને અમે અમારી એક્ઝિક્યુશન ક્ષમતામાં વધારો કરવાનું ચાલુ રાખ્યું છે. અમે ગુજરાતના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ પાવર પ્લાન્ટ પર કામ કરી રહ્યા છીએ વિશ્વએ ૨૦૩૦ સુધીમાં રિન્યુએબલ પાવર ક્ષમતા ત્રણ ગણી વધારવાના સ્વીકારેલા લક્ષ્યની સાથે તાલ મિલાવવા અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સના વ્યાપક અને મોટા પાયે વિકાસ માટે નવા માપદંડો સ્થાપિત કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.
નાણાકીય વર્ષ-૨૪ના ત્રીજા ક્વાર્ટર અને નવ માસમાં નાણાકીય પ્રદર્શન
Quarter | Nine month | |||||
Q3 23 | Q324 | % change | 9M 23 | 9M 24 | change | |
Revenue | 1258 | 1765 | 40% | 3690 | 5794 | 57% |
EBITDA | 1174 | 1638 | 40% | 3570 | 5412 | 52% |
EBITD (%) | 92% | 91.5% | 92% | 92% | ||
Cash Profit | 546 | 862 | 58% | 1827 | 2,944 | 61% |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)