અમદાવાદ, 31 જુલાઇઃ અદાણી ગ્રુપની અદાણી ગ્રીને જૂન-23ના અંતે પૂરાં થયેલા પ્રથમ ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 51 ટકાનો ઉછાળો નોંધાવવા સાથે 323 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. ગયા વર્ષે એપ્રિલથી જૂન ક્વાર્ટર દરમિયાન કંપનીએ રૂ. 214 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. કામગીરીમાંથી આવક 33 ટકાના ઉછાળા સાથે રૂ. 2,176 કરોડ સુધી પહોંચી છે. ગયા વર્ષે એપ્રિલથી જૂન ક્વાર્ટર દરમિયાન કંપનીની આવકો રૂ. 1,635 કરોડ હતી. જૂન ક્વાર્ટરમાં વીજ પુરવઠાની આવક વાર્ષિક ધોરણે 55 ટકાના ઉછાળા સાથે રૂ. 2,059 કરોડ હતી.

મુખ્યત્વે છેલ્લા એક વર્ષમાં ૨,૫૧૬ મેગાવોટની ક્ષમતામાં થયેલા વધારાના કારણે આવક, EBITDA અને રોકડ નફામાં મજબૂત વૃદ્ધિ થઇ છે. અદાણી ગ્રીન એનર્જી લિ.ના ઓછા ખર્ચાળ શ્રેષ્ઠ સંચાલન અને જાળવણીના ધોરણોના કાર્યક્ષમ આયામો મારફત વીજળીનું ઉંચુ ઉત્પાદન તથા સાતત્યપૂર્ણ ઉદ્યોગ-પ્રેરીત EBITDA માર્જિન સંચાલિત છે.

તામિલનાડુના કામુથી ખાતેના ૪૭ મેગાવોટના ઓપરેટિંગ સોલાર પ્રોજેક્ટ માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA)ના યુનિટ દીઠ જૂના રુ.૫.૧ના ટેરીફના બદલે રુ. ૭.૧  ટેરિફને  તમિલનાડુ વિદ્યુત નિયમનકારી આયોગ તરફથી  પુનઃસ્થાપિત કરવાનો અનુકૂળ આદેશ અદાણી ગ્રીન એનર્જી લિ.ને મળ્યો છે. જેના પરિણામે એક જ સમયે આવક રૂ.૧૦૩ કરોડ વધી છે  અને રિકરિંગ વાર્ષિક રૂ. ૧૪ કરોડની આવક વધશે. .એક-વખતની આવકનો વધારો રસીદ પર ગણવામાં આવશે. આ સાથે કામુથી ખાતે સમગ્ર ૬૪૮ મેગાવોટનો ઓપરેટિંગ સોલાર પોર્ટફોલિયો હવે પ્રતિ યુનિટ રૂ.૭.૦૧ના PPA ટેરિફ પર કામ કરે છે.

જૂન ૨૦૨૩ સુધીમાં મજબૂત રન-રેટ EBITDA રુ.૭,૬૪૫ કરોડ  ૫.૩ ગણા  રન-રેટ EBITDA થી નેટ ડેટ સાથે થયો છે.. હોલ્ડકો બોન્ડ માટે ૭.૫x ના નિયત કરારની અંદર રેશિયો સારી રીતે ચાલુ રહે છે. લાંબા ગાળાની મૂડીના ડીપ્લોયમેન્ટના પરિણામે ગયા વર્ષે નોંધપાત્ર ક્ષમતાઓ કાર્યરત થઈ છે અને તેના કારણે ઉચ્ચ EBITDA અને તેથી કંપનીના હડાપણભર્યા મૂડી વ્યવસ્થાપનના અભિગમને અનુરૂપ લીવરેજ સ્તર નીચું રહ્યું છે.