અદાણી કંપનીઓએ GQG ભાગીદારો સાથે રૂ.૧૫૪૪૬ કરોડના સેકન્ડરી ઇક્વિટી વહેવારો પૂર્ણ કર્યા
અમદાવાદ, 3 માર્ચ: અમેરીકા સ્થિત અગ્રણી ગ્લોબલ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ બુટિક GQG પાર્ટનર્સએ અદાણી પોર્ટફોલિયોની કંપનીઓ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.,અદાણી ગ્રીન એનર્જી લિ.,અદાણી ટ્રાન્સમિશન લિ. અને અદાણી એન્ટરપ્રાઇઝ લિ.માં સેકન્ડરી બ્લોક ટ્રેડ ટ્રાન્ઝેક્શનની શ્રેણીમાં રૂ.૧૫,૪૪૬ કરોડ (યુએસ ડોલર ૧.૮૭ બિલિયન) પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. નિર્ણાયક ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને વૃદ્ધિમાં આ રોકાણે GQG ને મુખ્ય રોકાણકાર બનાવ્યું છે. જેફરીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિ.એ આ સોદા માટે એકમાત્ર બ્રોકર તરીકે ભાગ ભજવ્યો હતો. GQG પાર્ટનર્સના ચેરમેન અને CIO રાજીવ જૈને જણાવ્યું આ કંપનીઓની લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓ નોંધપાત્ર છે એમ અમે માનીએ છીએ અને અમને એવી કંપનીઓમાં રોકાણ કરવામાં ખુશી થાય છે જે ભારતના અર્થતંત્ર અને ઉર્જા માળખાને આગળ વધારવામાં મદદ કરશે કે જેમાં લાંબા ગાળે તેમના ઉર્જા સંક્રમણનો સમાવેશ થાય છે. ૨૦૩૦ સુધીમાં દેશને ૪૫ GW (ભારતની રિન્યુએબલ એનર્જીનો ૯%) સપ્લાય કરવાની અદાણી સમૂહ યોજના ધરાવે છે.
વ્યવહારની મહત્વની વિગતો:
Adani Portfolio Company | # of shares | Final price | INR Cr | USD Bn |
AEL | 38,701,168 | 1,410.86 | 5,460 | 0.66 |
APSEZ | 88,600,000 | 596.20 | 5,282 | 0.64 |
ATL | 28,400,000 | 668.40 | 1,898 | 0.23 |
AGEL | 55,600,000 | 504.60 | 2,806 | 0.34 |
Total | 15,446 | 1.87 |