અદાણી પોર્ટ્સ પાડોશી દેશોમાં વિસ્તરણ કરશે, અમેરિકા દ્વારા 553 મિલિયન ડોલર ફંડિંગ
અમદાવાદ, 13 નવેમ્બરઃ કોલંબો, શ્રીલંકામાં તેના વેસ્ટ કન્ટેનર ટર્મિનલ માટે અમેરિકી સરકાર દ્વારા નોંધપાત્ર $ 553 મિલિયન રોકાણની જાહેરાત બાદ આજે, અદાણી જૂથના સીઇઓ કરણ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી પોર્ટ્સ “આપણા પાડોશી દેશોમાં વધુ તકો” પર નજર રાખી રહ્યું છે. કોલંબોમાં પત્રકારો સમક્ષ અદાણીએ કહ્યું કે ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા સમર્થિત યુએસ ધિરાણ એ ભારતીય સમૂહની કંપનીઓ માટે આંતરરાષ્ટ્રીય સમર્થનનો પુરાવો છે.
અદાણીના જણાવ્યા અનુસાર, પડોશી દેશોમાં શ્રીલંકા અને ઇઝરાયલમાં હાલની યોજનાઓ ઉપરાંત બાંગ્લાદેશ, વિયેતનામ અને તાન્ઝાનિયામાં સંભવિત સાહસોનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનની આવકમાં પોર્ટ્સ બિઝનેસનો હિસ્સો 90 ટકા છે અને આ ટ્રેન્ડ ચાલુ રહેશે કારણ કે કંપની ભારતમાં વિસ્તરણ કરવાનું ચાલુ રાખશે.
“વેપાર તેજીમાં છે, અમે માત્ર એક કેચ-અપ ગેમ કરી રહ્યા છીએ. અમારી પાસે હંમેશા ક્ષમતાની અછત છે અને તે ભારતીય વેપારને નુકસાન પહોંચાડી રહી છે.”
ફાઇનાન્સિંગ ડીલ અદાણી ગ્રૂપ માટે આવકારદાયક બુસ્ટ તરીકે આવે છે, જેણે વર્ષની શરૂઆતમાં શોર્ટ-સેલર એટેક અને કોર્પોરેટ છેતરપિંડીના આરોપો સહિતના પડકારોનો સામનો કર્યો હતો. આ રોકાણ અદાણી ગ્રૂપ માટે માત્ર વ્યૂહાત્મક પગલું જ નથી પરંતુ હિંદ મહાસાગરના નિર્ણાયક ક્ષેત્રમાં ચીનના દરિયાઈ પ્રભાવનો સામનો કરવાના હેતુથી પોર્ટ પ્રોજેક્ટને વોશિંગ્ટન દ્વારા સમર્થન આપવાનો પણ સંકેત આપે છે.
અદાણી પોર્ટ્સ દેશનું સૌથી મોટુ પોર્ટ ઓપરેટર
અદાણી પોર્ટ્સ મજબૂત સ્થાનિક વ્યવસાય સાથે ભારતનું સૌથી મોટું ઓપરેટર છે, ત્યારે વૈશ્વિક બંદરોમાં ચીનના વ્યાપક પ્રભાવને આકરી સ્પર્ધા આપવામાં અનેક પડકારો યથાવત છે. તાજેતરના રોકાણો અને સમર્થન હોવા છતાં, અદાણી ગ્રૂપ તેના ઓડિટર ડેલોઇટ હાસ્કિન્સ એન્ડ સેલ્સ એલએલપી દ્વારા રાજીનામું સહિત તેની વ્યવસાયિક પદ્ધતિઓ પર તપાસનો સામનો કરે છે. જો કે, જૂથ વૃદ્ધિ ક્ષમતા અને નાણાકીય તાકાત દર્શાવે છે.
અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીએ ભૂતકાળમાં ચીનની ખુલ્લેઆમ ટીકા કરી હતી. જો કે, ભારતમાં કામગીરીના વિસ્તરણ અને મજબૂતીકરણ પર ફોકસ રહે છે.
બ્લૂમબર્ગે નોંધ્યું હતું કે, તાજેતરની યુએસ સરકારની લોન અને અદાણીના ગ્રીન એનર્જી બિઝનેસમાં રોકાણ હોવા છતાં, પડકારો છે. તણાવગ્રસ્ત વૈશ્વિક બજારો અને ઊંચા દેવાના ખર્ચ વચ્ચે અદાણી પોર્ટ્સને વિસ્તરણ માટે ભંડોળ ઊભું કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.