Adani Transmission ₹8,500 કરોડનું ફંડ એકત્ર કરશે
અમદાવાદ, 19 જૂનઃ અદાણી ટ્રાન્સમિશનને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ ધોરણે ઇક્વિટી શેર ઇશ્યૂ કરીને ₹8,500 કરોડ એકત્ર કરવા જઇ રહી છે. આ હેતુ માટે કંપનીને શેરધારકોની મંજૂરી મળી છે. એકત્રિત મૂડીનો ઉપયોગ વિકાસ અને વિસ્તરણ માટે કરવામાં આવશે. દરખાસ્તને 13 મેના રોજ અદાણી ટ્રાન્સમિશનના બોર્ડ તરફથી મંજૂરી મળી હતી.
અગાઉ અદાણી ટ્રાન્સમિશનને ઇચ્છિત વૃદ્ધિ અને વિસ્તરણની સુવિધા માટે મૂડીની આવશ્યકતા છે. અદાણી ટ્રાન્સમિશનના મુંબઈ પાવર પ્રોજેક્ટ પરના સકારાત્મક અહેવાલોને કારણે સોમવારે તેના શેરમાં તેજી જોવા મળી હતી. શેર શુક્રવારના 809.70 બંધ સામે આજે ઈન્ટ્રા ડે 827.35ની ટોચે પહોંચ્યો હતો. જો કે, અંતે 0.36 ટકા ઘટાડે 806.75 પર બંધ રહ્યો હતો. અદાણી ટ્રાન્સમિશન સિવાય અદાણી એન્ટરપ્રાઈઝના અન્ય તમામ શેરો આજે રેડઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી ગ્રૂપ જે તીવ્ર ફેરફારોમાંથી પસાર થયું હતું તેમાંથી ધીમા ધોરણે રિકવરી નોંધાઈ રહી છે.