મુંબઇ, 27 સપ્ટેમ્બરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ડાયરેક્ટર અનંત મુકેશ અંબાણી અને BPના સીઇઓ મરે ઓકિનક્લોસે RIL અને BP વચ્ચેના ફ્યુઅલ અને મોબિલિટી ક્ષેત્રના સંયુક્ત સાહસ જિયો-BPના 500મા જિયો-BP પલ્સ ઇવી ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્દઘાટન કર્યું હતું. મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ (બીકેસી)માં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, જિયો વર્લ્ડ પ્લાઝા અને જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આવનારા મહેમાનોને આ ઇવી ચાર્જિંગ સ્ટેશનનો લાભ મળશે. આ ઉદ્દઘાટન સાથે ભારતમાં જિયો-BP પલ્સ ચાર્જિંગ પોઇન્ટની સંખ્યા 5000 થઈ છે.

જિયો-BP તેના ઇવી ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યા માત્ર એક વર્ષમાં 1,300થી વધીને 5,000 સુધી પહોંચી ગઈ છે. તેના 95% ઇવી ચાર્જિંગ નેટવર્કમાં ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશનનો સમાવેશ થાય છે. જિયો-BP આ ઉદ્યોગમાં પણ પ્રથમ છે જેણે અનન્ય સીવીપી દ્વારા સમર્થિત ટોપ રેટેડ 480 કેડબ્લ્યૂ ચાર્જર્સનો ઉપયોગ કર્યો છે. “જિયો-BP ભારતમાં ઇવી અપનાવવાને વેગ આપવા માટે અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશનના સૌથી મોટા નેટવર્ક શેર, ઇવી ચાર્જિંગ ઈન્ફ્રામાં સૌથી ઝડપી વૃદ્ધિ અને સર્વોચ્ચ વિશ્વસનીયતા સાથે જિયો-BP લાખો ભારતીયોને સારી રીતે પેકેજ્ડ, ડિજિટાઈઝ્ડ ચાર્જિંગ સોલ્યુશન ઑફર કરી રહ્યું છે,” તેમ અનંત એમ. અંબાણીએ જણાવ્યું હતું.

રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના સોલાર પાવર પ્લાન્ટ્સ દ્વારા સંચાલિત કંપનીના ગ્રીન ઈલેક્ટ્રોન્સ ક્ષેત્રે પ્રવેશ સાથે જિયો-BP ભારતમાં સસ્ટેનેબલ ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવાના તેના વ્યાપક ધ્યેયમાં ઝડપી પ્રગતિ કરી રહ્યું છે.

BP અને આરઆઈએલની ક્ષમતાઓને સંયોજિત કરીને અમે ગ્રાહકો માટે એક યુનિક વેલ્યૂ પ્રપોઝીશન તૈયાર કરીને સગવડતા સાથે ઇવી ચાર્જિંગની સુવિધાઓ પૂરી પાડી રહ્યા છીએ તેમ મરે ઓકિનક્લોસે એક નિવેદનમાં જણાવ્યું હતું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)