અમદાવાદ, 26 જુલાઇ, 2023: બાર્જ અને હોટેલ ચાર્ટિંગમાં રૂચિ ધરાવતા જામનગરમાં હેડક્વાર્ટર ધરાવતા અરવિંદ એન્ડ કંપની શિપિંગ એજન્સીઝ લિમિટેડે (એસીએસએએલ) તેના બાર્જના વિશાળ પોર્ટફોલિયો તથા હોટેલ બિઝનેસના વાર્ષિક મોનેટાઇઝેશનને આધારે નાણાકીય વર્ષ 2025 સુધીમાં તેની આવકો ત્રણ ગણી કરવાની આશા રાખે છે. જામનગરમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીએ તેના IPO માટે એનએસઇ ઇમર્જ સાથે જૂન 2023માં ડીઆરએચપી ફાઇલ કર્યું હતું તથા કંપની ઇશ્યૂ દ્વારા પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ બે નવા સ્પેશિયલાઇઝ્ડ બાર્જ ખરીદવાનો હેતુ ધરાવે છે.

ડીઆરએચપી ડોક્યુમેન્ટ મૂજબ નાણાકીય વર્ષ 2023 માટે એસીએસએએલની કુલ આવક રૂ. 7.11 કરોડ હતી. અને વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં રૂ. 2 કરોડની આવક થઇ છે. કંપનીના હોટેલ બિઝનેસ કે જેમાં જામનગરમાં પ્રત્યેક 70 રૂમની બે પ્રોપર્ટીઝ સામેલ છે, તે પણ ઓક્ટોબર 2023થી સંપૂર્ણપણે આવક શરૂ કરશે. નાણાકીય વર્ષ 2023 અને નાણાકીય વર્ષ 2024ના પ્રથમ બે મહિના માટે કંપનીનો ઇબીઆઇડીટીએ અનુક્રમે રૂ. 6.58 કરોડ અને રૂ. 2.14 કરોડ નોંધાયો છે. નાણાકીય વર્ષ 2023 માટે પીએટી રૂ. 3.47 કરોડ તથા નાણાકીય વર્ષ 2024ના પ્રથમ બે મહિનામાં પીએટી રૂ. 1.13 કરોડ છે, જે ઉચ્ચ માર્જીન બિઝનેસ સૂચવે છે. ડીઆરએચપી મૂજબ કંપની ઇશ્યૂમાંથી પ્રાપ્ત રકમનો ઉપયોગ મૂડી ખર્ચની જરૂરિયાત (રૂ. 11.02 કરોડ) અને કોર્પોરેટના સામાન્ય હેતુ માટે કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે તેવું કંપનીના પ્રમોટર અને ચેરમેન અરવિંદ કાંતિલાલ શાહે જણાવ્યુ હતું

.