અમદાવાદ, 27 ડિસેમ્બરઃ Awfis સ્પેસ સોલ્યુશન્સ લિમિટેડે SEBI સમક્ષ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કર્યો છે. કંપનીની ઈનિશિયલ પબ્લિક ઓફરમાં ₹1600 મિલિયન સુધીનો ફ્રેશ ઈશ્યુ અને 10,023,172 ઈક્વિટી શેર સુધીના ઈક્વિટી શેરની ઓફર ફોર સેલ સમાવેશ છે. ઓફર ફોર સેલ હેઠળ પીક XV પાર્ટનર્સ ઇન્વેસ્ટમેન્ટ્સ V (અગાઉનું SCI ઇન્વેસ્ટમેન્ટ્સ v તરીકે ઓળખાતું) (“પીક XV” અથવા “પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર”) દ્વારા 5,011,586 ઇક્વિટી શેર્સ, બિસ્ક લિ. દ્વારા 4,936,412 ઇક્વિટી શેર્સ અને લિંક ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ દ્વારા 75,174 ઇક્વિટી શેર ઓફર કરવામાં આવશે.

ઇશ્યૂના મુખ્ય ઉદ્દેશ્ય

કંપની IPO હેઠળ એકત્રિત ફંડનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા, નવા સેન્ટર્સ સ્થાપિત કરવા થતા મૂડી ખર્ચ માટે અને જનરલ કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા કરશે.

લીડ મેનેજર્સઃ ICICI સિક્યુરિટીઝ, એક્સિસ કેપિટલ, IIFL સિક્યુરિટીઝ, એમકે ગ્લોબલ છે.

કંપની ફ્લેક્સિબલ વર્કસ્પેસ સેગમેન્ટમાં ટોચના 5 બેન્ચમાર્ક પ્લેયર્સમાં પ્રથમ ક્રમે છે અને સમગ્ર ભારતમાં 16 શહેરોમાં હાજરી ધરાવે છે. વધુમાં, Awfis ભારતમાં મહત્તમ સંખ્યામાં માઇક્રો-માર્કેટમાં ઉપસ્થિત છે. 16 શહેરોમાં કુલ 136 કેન્દ્રો સાથે, Awfis કુલ 81,433 બેઠક વ્યવસ્થા પૂરી પાડે છે, જે 4.12 મિલિયન ચોરસ ફૂટના ચાર્જેબલ વિસ્તારને આવરી લે છે. આ પૈકી, 11,191 બેઠકો સાથેના 15 કેન્દ્રો હાલમાં ફિટ-આઉટ હેઠળ છે, જેનો કુલ ચાર્જેબલ વિસ્તાર 0.53 મિલિયન ચોરસફૂટ છે. (સ્રોત: CBRE રિપોર્ટ).

Awfisએ ઓછા-જોખમ, એસેટ લાઇટ MA મોડલ પર ફોકસ વધાર્યું છે અને 30 જૂન, 2023 સુધીમાં, કુલ બેઠકોના આધારે તેમના 64.96% કેન્દ્રો MA મોડલ હેઠળ છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)