અમદાવાદ, 27 ડિસેમ્બર: ગેમ, બ્લોકચેન, એપ ડેવલપમેન્ટ અનેએઆઈ/એમએલ ડેવલપમેન્ટ કંપની યુડીઝ સોલ્યુશન્સે નિરમા યુનિવર્સિટી સાથે ઉદ્યોગ પ્રથાઓ અને એકેડેમિક રિસર્ચ વચ્ચેનો તફાવત દૂર કરવાના હેતુ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

યુડીઝ સોલ્યુશન્સના મેનેજિંગ ડિરેક્ટર પ્રતિક પટેલ અને નિરમા યુનિવર્સિટી ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSE) ડિપાર્ટમેન્ટના હેડ ડો. માધુરી ભાવસાર વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એમઓયુ સાથે, યુડીઝ સોલ્યુશન્સ શૈક્ષણિક ક્ષેત્રમાં ઝડપી એડવાન્સમેન્ટ સાથે તેની કુશળતા જોડતાં બિગ ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેન, સાયબર સિક્યુરિટી, એમ્બેડેડ સિસ્ટમ સિક્યુરિટી, સેન્સર નેટવર્ક્સ અને AR/VR જેવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બંને સંસ્થાઓનો હેતુ નોલેજ આપવા તેમજ હેન્ડ-ઓન ઇન્ટર્ન પ્રોજેક્ટ્સ, કન્સલ્ટન્સી, તાલીમ કાર્યક્રમો અને અન્ય પ્રોજેક્ટ્સ દ્વારા ઉભરતી તકનીકો માટે રિઅલ- વર્લ્ડની એપ્લિકેશનને પ્રોત્સાહન આપવાનો છે.

યુડીઝ સોલ્યુશન્સના મેનેજિંગ ડિરેક્ટર પ્રતિક પટેલે એમઓયુ વિશે જણાવ્યું હતું કે, “અમે ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં લેટેસ્ટ ડેવલપમેન્ટના મહત્વને ઓળખી તે ક્ષેત્રને અપનાવીએ છીએ.

ડો. માધુરી ભાવસાર, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ (CSE), ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, નિરમા યુનિવર્સિટિ એ જણાવ્યું હતું કે, “યુડીઝ સોલ્યુશન્સ સાથેનો આ સહયોગ સ્નાતક અને અનુસ્નાતક એમ બંને વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપના દરવાજા ખોલે છે અને તેમને વાસ્તવિક દુનિયાના સંજોગોમાં પ્રેક્ટિકલ નોલેજ લાગુ કરવાની અનન્ય તક પૂરી પાડે છે. તે ઈન્ડસ્ટ્રી માટે સજ્જ પ્રોફેશનલ્સ બનાવવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

યુડીઝ સોલ્યુશન્સના ચેરમેન અને ડિરેક્ટર ભરત પટેલે જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે, ડાયનેમિક અને જાણકાર કાર્યબળ માટે ઉદ્યોગ અને શિક્ષણવિભાગ વચ્ચેનો તાલમેલ મહત્વપૂર્ણ છે. અમને વિશ્વાસ છે કે આ સહયોગ વિદ્યાર્થીઓના પ્રોફેશનલ ડેવલપમેન્ટમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. વધુમાં ઉદ્યોગ અને શિક્ષણવિભાગ વચ્ચેના સંબંધોને મજબૂત કરશે.”

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)