મુંબઇ: એક્સિસ મ્યુચ્યુઅલ ફન્ડે નવી ફન્ડ ઓફર (એનએફઓ)-એક્સિસ બિઝનેસ સાઇકલ્સ ફન્ડના લોંચની જાહેરાત કરી છે, જે ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે અને બિઝનેસ સાઇકલ્સ આધારિત ઇન્વેસ્ટિંગ થીમનું પાલન કરે છે. આ એનએફઓ 2 ફેબ્રુઆરી, 2023નાં રોજ ખૂલે છે અને 16 ફેબ્રુઆરી, 2023નાં રોજ પૂરો થશે. સ્કીમનું સંચાલન આશિષ નાઇક કરશે. નવું ફન્ડ નિફ્ટી 500 TRIને ટ્રેક કરશે અને લઘુતમ રોકાણ રૂ. 5,000 અને તે પછી રૂ. એકનાં ગુણાંકમાં રહેશે.

એક્સિસ બેન્ક સાઇકલ્સ ફન્ડ કઈ રીતે કામ કરે છે?

ફન્ડમાં સાઇકલ આધારિત પોર્ટફોલિયો હશે. વિસ્તરણનાં સમયમાં અમે સાઇક્લિકલ સેક્ટર આધારિત કંપની પોર્ટફોલિયોનું નિર્માણ કરીશું, જેને આવી રહેલી સાનુકુળ અપસાઇકલથી લાભ થશે. નરમાઇ કે અનિશ્ચિતતના સમયમાં પોર્ટફોલિયો કાઉન્ટર સાઇક્લિકલ થીમ્સ કે કંપનીઓ તરફ વળશે અથવા કંપનીઓ અઘરાં સમયમાં માર્ગ કાઢવાની સારી સ્થિતિમાં હશે.

રોકાણનાં બોટમ અપ અભિગમથી વિપરીત, આ ફન્ડ રોકાણનો હાઇબ્રિડ અભિગમ અપનાવશે. આર્થિક ટ્રેન્ડ્સ (વધુ મહત્વનું બિઝનેસ અપસાઇકલ્સમાંથી લાભ થાય તે રીતે સેક્ટર્સની પસંદગી છે) શોધવાનો ટોપ ડાઉન એપ્રોચ અને પછી જે તે સ્ટોક્સ શોધવા માટે બોટમ અપ એપ્રોચનો ઉપયોગ કરવામાં આવશે, જેઓ નક્કી કરેલાં સેક્ટર્સમાં બાકીનાં શેરો કરતાં ચડિયાતા હોય.

વધુમાં આ ફન્ડ માર્કેટનો કોઇ ભેદભાવ રાખ્યા વિના ડાઇનેમિક અભિગમ અપનાવશે. એનએફઓના લોંચ અંગે એક્સિસ એએમસીના એમડી અને સીઇઓ ચંદ્રેશ નિગમે જણાવ્યું હતું કે, ‘બિઝનેસ સાઇકલ’નાં લેન્સથી ભારતની વૃદ્ધિનું એનાલિસિસ કરવાનું હોય તો, એમ કહી શકાય કે આપણે અત્યારે વિસ્તરણ અને ટોચનાં તબક્કાની વચ્ચેની રસપ્રદ સ્થિતિમાં છીએ. ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ સાઇકલ પીક અપ માટે અનેક બળો કામ કરી રહ્યા છે. એક્સિસ બિઝનેસ સાઇકલ્સનો અનોખો હાઇબ્રિડ રોકાણ અભિગમ (ટોપ ડાઉન અને બોટમ અપનું મિશ્રણ) ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટને અનુસરે છે અને રોકાણકારોને માર્કેટ કેપ પક્ષપાત નથી આપતો. શિસ્તબધ્ધ રીતે બજારની તકોનો લાભ લેવમાં માનતા ફન્ડ હાઉસ તરીકે અમે માનીએ છીએ કે એક્સિસ બિઝનેસ સાઇકલ ફન્ડ રોકાણકારોનાં પોર્ટફોલિયોમાં નોંધપાત્ર ઉમેરો હશે.