મુંબઈ: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એની ન્યૂ ફંડ ઓફર એક્સિસ ક્રિસિલ IBX 50:50 ગિલ્ટ પ્લસ SDL જૂન 2028 ઇન્ડેક્સ ફંડની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડડે ટાર્ગેટ મેચ્યોરિટી ઇન્ડેક્સ ફંડ ક્રિસિલ IBX 50:50 ગિલ્ટ પ્લસ SDL ઇન્ડેક્સ– જૂન 2028ના ઘટકોમાં રોકાણ કરશે, જે ઊંચા વ્યાજદરનું જોખમ અને ધિરાણનું પ્રમાણમાં ઓછું જોખમ ધરાવે છે. નવું ફંડ ક્રિસિલ IBX 50:50 ગિલ્ટ પ્લસ SDL ઇન્ડેક્સ – જૂન 2028ને ટ્રેક કરશે. સ્કીમમાં રોકાણ કરવા માટે લઘુતમ રકમ રૂ. 5,000 છે અને પછી રૂ. 1/-ના ગુણાંકમાં રોકાણ થશે તથા તેમાં કોઈ એક્ઝિટ લોડ લાગુ નથી.

સ્કીમના રોકાણનો ઉદ્દેશ ક્રિસિલ IBX 50:50 ગિલ્ટ પ્લસ SDL ઇન્ડેક્સ – જૂન 2028 દ્વારા પ્રસ્તુત સીક્યોરિટીઝના કુલ વળતરને સમકક્ષ રોકાણનું વળતર ખર્ચ સિવાય પ્રદાન કરવાનો છે, જે ટ્રેકિંગની ખામીઓને આધિન છે. ઉપરાંત આ ફંડ લોન-ઇન ગાળો ધરાવતું નથી અને એટલે રોકાણકારોને નાણાકીય પ્રવાહિતતા (લિક્વિડિટી) પ્રદાન કરે છે, જો તેઓ વચ્ચે રીડિમ કરવા ઇચ્છે તો સરળતાપૂર્વક પરત રીડિમ કરી શકે છે. સ્કીમ એની અંતર્ભૂત સીક્યોરિટીઝમાંથી 95 ટકાની ફાળવણી ક્રિસિલ IBX 50:50 ગિલ્ટ પ્લસ SDL ઇન્ડેક્સ – જૂન 2028માં કરે છે (ઇન્ડેક્સ મુજબ સમાન વેઇટેજમાં) અને બાકીની ફાળવણી ડેટ અને મની માર્કેટના માધ્યમોમાં કરે છે (ફક્ત ટ્રેઝરી બિલો અને ગવર્મેન્ટ સીક્યોરિટીઝમાં, જે એક વર્ષ સુધી રેસિડ્યુઅલ મેચ્યોરિટી ધરાવે છે).

ફંડ પર એક નજર: –

  • ઓપન-એન્ડેડ ટાર્ગેટ મેચ્યોરિટી ઇન્ડેક્સ ફંડ, જે ક્રિસિલ IBX 50:50 ગિલ્ટ પ્લસ SDL ઇન્ડેક્સ – જૂન 2028માં રોકાણ કરે છે. વ્યાજના દરનું પ્રમાણમાં ઊંચું જોખમ અને ધિરાણનું પ્રમાણમાં ઓછું જોખમ
  • બેન્ચમાર્ક: ક્રિસિલ IBX 50:50 ગિલ્ટ પ્લસ SDL ઇન્ડેક્સ – જૂન 2028
  • સ્કીમની અપેક્ષિત મેચ્યોરિટી તારીખ: 30 જૂન, 2028
  • એનએફઓની તારીખ: 05 જાન્યુઆરી, 2023થી 16 જાન્યુઆરી, 2023
  • લઘુતમ રોકાણ: રૂ. 5,000 અને પછી રૂ. 1/-ના ગુણાંકમાં
  • એક્ઝિટ લોડ: નીલ