અમદાવાદઃ તા. 8 નવેમ્બર-2016ની સાંજથી સમગ્ર દેશમાં રોકડાના સરક્યુલેશન સામે કર્ફ્યુ લાગુ પાડ્યો ત્યારે ભારે હોહા મચી ગઇ હતી. મોટાભાગના ઇકોનોમિસ્ટ અને કોર્પોરેટ નિષ્ણાતો એવી આગાહીઓ કરવા લાગ્યા હતા કે દેશમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને વેગ મળશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધવા સાથે ટેક્સ કલેક્શન અને પારદર્શિતામાં વધારો થશે. રૂ. 500 અને રૂ. 1000ની નોટોનો નિકાલ કરીને નવી રૂ. 500, રૂ. 200, રૂ. 2000ની નોટો બહાર પાડીને સરકારે દેશમાંથી કાળા નાણાનો નિકાલ કરવાની કોશિશ કરી હતી. પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે, 2012- 2016માં રોકડાનું સર્ક્યુલેશન જીડીપીના પ્રમાણમાં વાર્ષિક 12.2 ટકાના દરે વધતું હતું તે હવે 14.4 ટકાના દરે વધ્યું છે. એટલેકે નોટબંધી પછી રોકડ સરક્યુલેશનમાં 83 ટકાનો વધારો થયો છે. માર્ચ-22ની સ્થિતિ અનુસાર ફાસ્ટ મૂવિંગ ડિજિટલ પેમેન્ટ્સ ( આઇએમપીએસ કે આઇપીએસ) યુપીઆઇ કે યુનિફાઇડ પેમેન્ટ્સ, વોલેટ કાર્ડ્સ)નું પ્રમાણ 2011-12થી 2015-16ના ગાળામાં 44 ટકા હતું. તે 2017-18થી 2021-22ના ગાળામાં વધી 66 ટકાના સ્તરે પહોંચ્યું છે.

સરક્યુલેશનમાં કરન્સીનું પ્રમાણ

વર્ષવાસ્તવિકડિમોનેટાઇઝેશન સિવાય
201716.420.2
201819.722.6
201922.625.4
202027.328.5
202129.931.9
202232.335.8

(આંકડા રૂ. લાખ કરોડ, સ્રોતઃ આરબીઆઇ)