એક્સિસ મ્યુચ્યુઅલ ફન્ડનું એક્સિસ લોંગ ડ્યુરેશન ફન્ડ લોન્ચ
NFO ખૂલવાની તારીખઃ 7 ડિસેમ્બર, 2022
NFO બંધ થવાની તારીખઃ 21 ડિસેમ્બર, 2022
લઘુતમ રોકાણઃ રૂ. 5,000 અને તે પછી રૂ. એકનાં ગુણાંકમાં
ફન્ડ મેનેજર્સઃ દેવાંગ શાહ, કૌસ્તુભ સુળે અને હાર્દિક શાહ
એક્ઝિટ લોડ શૂન્ય, NFO ખુલશે- બંધ થશેઃ 7-21 ડિસેમ્બર
મુંબઈ: એક્સિસ મ્યુચ્યુઅલ ફન્ડે તેની નવી ફન્ડ ઓફર (NFO)-એક્સિસ લોંગ ડ્યુરેશન ફન્ડનાં લોંચની જાહેરાત કરી છે. આ ઓપન એન્ડેડ ડેટ સ્કીમ, એવી રીતે ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરે છે, જેનાંથી પોર્ટફોલિયોનો મેકોલો ડ્યુરેશન સાત વર્ષથી વધુ હોય. નવું ફન્ડ નિફ્ટી લોંગ ડ્યુરેશન ડેટ ઇન્ડેક્સ- Index A – IIIને ટ્રેક કરશે. એક્સિસ લોંગ ડ્યુરેશન ફન્ડનો NFO 7 ડિસેમ્બર, 2022નાં રોજ ખૂલશે અને 21 ડિસેમ્બર, 2022નાં રોજ બંધ થશે. આ ફન્ડનું સંચાલન દેવાંગ શાહ, કૌસ્તુભ શાહ અને હાર્દિક શાહ કરશે અને રોકાણની લઘુતમ રકમ રૂ. 5,000 અને તે પછી રૂ. એકનાં ગુણાંકમાં રહેશે.
એક્સિસ લોંગ ડ્યુરેશન ફન્ડનો પ્રાથમિક રોકાણ હેતુ મધ્યમસરનાં જોખમ સાથે સતત મહત્તમ વળતર પૂરું પાડવાનો છે. પોર્ટફોલિયો વધવાની સાથે રોકાણકારની આવક પણ વધશે. આ ફન્ડનું વર્તમાન લક્ષ્ય લાંબા ગાળાની સરકારી જામીનગીરીમાં રોકાણ કરવાનો અને જાળવી રાખવાનો હોવાથી એક્સિસ લોંગ ડ્યુરેશન ફન્ડનો ઉપયોગ નિવૃત્તિનાં સમયે લાંબા ગાળા સુધી આવક મેળવવા માટે થઈ શકે છે.
ફન્ડનાં લોંચ અંગે ટિપ્પણી કરતા એક્સિસ એએમસીના એમડી અને સીઇઓ ચંદ્રેશ નિગમે જણાવ્યું હતું કે, SIP અને SWP જેવાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટિંગ સોલ્યુશન્સનો ઉપયોગ કરીને રોકાણકારો લોંગ ડેટેડ ગવર્મેન્ટ બોન્ડ્સ દ્વારા સંપૂર્ણપણે ફ્લેક્સિબલ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન બનાવી શકે છે.