બેન્ચમાર્કNifty SDL સપ્ટેમ્બર-26 ઇન્ડેક્સ
બેન્ચમાર્ક અપેક્ષિત મેચ્યોરિટી તારીખ30 સપ્ટેમ્બર, 2026
ઇશ્યૂઅર્સની સંખ્યા15 એસડીએલ ઇશ્યૂઅર્સ
એનએફઓની તારીખ04 નવેમ્બરથી 16 નવેમ્બર,22
લઘુતમ રોકાણરૂ. 5000 અને રૂ.1/-ના ગુણાંક
ફંડ મેનેજરઆદિત્ય પગારિયા
એક્ઝિટ લોડનીલ

મુંબઈ: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડએ તેની નવી ફંડ ઓફર – એક્સિસ નિફ્ટી એસડીએલ સપ્ટેમ્બર 2026 ડેટ ઇન્ડેક્સ ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. આ ઓપન એન્ડેડ લક્ષિત મેચ્યોરિટી ઇન્ડેક્સ ફંડ છે, જે નિફ્ટી એસડીએલ સપ્ટેમ્બર 2026ના ઘટકોમાં રોકાણ કરશે, જેમાં પ્રમાણમાં વ્યાજદરનું ઊંચું જોખમ અને તુલનાત્મક રીતે ધિરાણનો ખર્ચ ઓછો છે. નવું ફંડ નિફ્ટી એસડીએલ સપ્ટેમ્બર 2026 ઇન્ડેક્સ ટ્રેક કરશે. સ્કીમના રોકાણનો ઉદ્દેશ ખર્ચ અગાઉ નિફ્ટી એસડીએલ સપ્ટેમ્બર 2026 ઇન્ડેક્સ દ્વારા પ્રતિનિધિત્વ થતી સીક્યોરિટીઝના કુલ વળતરના સંબંધમાં રોકાણનું વળતર આપવાનો છે, જે ટ્રેકિંગ ખામીઓને આધિન છે. ફંડ મેનેજર આદિત્ય પગારિયા છે, લઘુતમ રોકાણની રકમ રૂ. 5,000 અને પછી રૂ. 1/-ના ગુણાંકમાં રહેશે.

એસડીએલ રાજ્ય સરકારોની સીક્યોરિટીઝ છે, જે અંદાજપત્ર ખર્ચાઓ પૂર્ણ કરવા અને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો અમલ કરવા માટે ઇશ્યૂ થઈ છે. એસડીએલ ભારતીય ડેટ બજારમાં ટ્રેડિંગ થતું સૌથી વધુ લિક્વિડ માધ્યમો પૈકીનું એક છે. જોખમ સામે વળતરના દ્રષ્ટિકોણથી 3થી 5 વર્ષના ગાળામાં રોકાણ કરવાં ઇચ્છતાં રોકાણકારો માટે ફ્લેટ યિલ્ડ કર્વ તકો પ્રસ્તુત કરે છે. એટલે એક્સિસ નિફ્ટી એસડીએલ સપ્ટેમ્બર 2026 ડેટ ઇન્ડેક્સ ફંડ 3.5 વર્ષથી વધારે ગાળા માટે રોકાણની તકો મેળવવા આતુર રોકાણકારો માટે આદર્શ તક પૂરી પાડે છે.