અમદાવાદ: ભારતીય શેરબજારોમાં શરૂ થયેલી ધીમી સુધારાની ચાલમાં 10 બેન્કોના શેર વર્ષની ટોચે પહોંચ્યા છે. એસબીઆઈ, બેન્ક ઓફ ઈન્ડિયા, કેનેરા બેન્ક, મહારાષ્ટ્ર બેન્ક, સાઉથ બેન્ક, યુનિયન બેન્ક, યુકો બેન્ક, ડીસીબી બેન્ક, ફેડરલ બેન્ક, અને કર્ણાટક બેન્કના શેર્સમાં સંગીન સુધારા સાથે વર્ષની ટોચ જોવા મળી છે.

આરબીઆઈ દ્વારા બેન્કો અને ફાઈનાન્સ સેક્ટરની લિક્વિડિટીમાં વધારો કરવા લેવામાં આવેલા પગલાં તેમજ એસેટ ક્વોલિટીમાં સુધારા સાથે મજબૂત ત્રિમાસિક પરિણામોના પગલે છેલ્લા કેટલાક સમયથી બેન્કિંગ અને ફાઈનાન્સ શેરમાં સુધારાનું વલણ જોવા મળ્યું છે.

52 વીક હાઇ સપાટી નોંધાવનારા બેન્કિંગ શેર

બેન્કબંધ52 વીક હાઈસાપ્તાહિક રિટર્ન
બેન્ક ઓફ ઈન્ડિયા66.9567.9514 ટકા
કેનેરા બેન્ક296.90300.603 ટકા
ડીસીબી બેન્ક119.6012116 ટકા
ફેડરલ બેન્ક136.40138.854 ટકા
કર્ણાટક બેન્ક138.0514345 ટકા
મહારાષ્ટ્ર બેન્ક22.8023.1510 ટકા
એસબીઆઈ593.75596.754 ટકા
યુકો બેન્ક14.9415.1515 ટકા
યુનિયન બેન્ક55.2055.453 ટકા

બે બેન્ક ઈટીએફ પણ વર્ષની ટોચે

સરકારી બેન્કોના શેરમાં તેજીના પગલે કોટક નિફ્ટી પીએસયુ બેન્ક ઈટીએફ 352.45ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. બીએસઈ ખાતે અંતે 0.91 ટકા વધી 351 પર બંધ રહ્યો હતો. નિપ્પોન ઈન્ડિયા ઈટીએફ નિફ્ટી પીએસયુ બેન્ક BeES પર 39.38 પોઈન્ટની 52 વીક હાઈ સપાટી નોંધાવ્યા બાદ અંતે 0.82 ટકા વધી 39.11 પર બંધ રહ્યો હતો.