ઈશ્યૂ પ્રાઈસ524
લિસ્ટિંગ710
હાઈ727
રિટર્ન38.83 ટકા

અમદાવાદ, 28 ડિસેમ્બરઃ આઝાદ એન્જિનિયરિંગ લિ.ના આઈપીઓએ (Azad Engineering Ltd. IPO Listing) આજે શેરબજારમાં રૂ. 524ની ઈશ્યૂ પ્રાઈસ સામે 26 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને મહત્તમ શેરદીઠ રૂ. 203 (38.83 ટકા)  રિટર્ન આપ્યું છે. એનએસઈ ખાતે રૂ. 720ના સ્તરે લિસ્ટેડ થયો હતો.

બીએસઈ ખાતે રૂ. 710ના સ્તરે લિસ્ટેડ થયા બાદ 727.50ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. નીચામાં રૂ. 701 થયો હતો. 10.50 વાગ્યે 36.07 ટકા પ્રીમિયમે 713 પર કારોબાર થઈ રહ્યો હતો. માર્કેટમાં બાયર્સના વોલ્યૂમ વધુ જોવા મળ્યા છે. એનએસઈ ખાતે રૂ. 727ની ટોચ નોંધાવી હતી.

ગ્રે માર્કેટમાં આઝાદ એન્જિનિયરિંગના આઈપીઓ માટે રૂ. 200 જ પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. જેની સમકક્ષ રિટર્ન આપવામાં આઈપીઓ સફળ રહ્યો હતો. નિષ્ણાતોએ લિસ્ટિંગ 38થી 40 ટકા પ્રીમિયમે થવાનો અંદાજ આપ્યો હતો. લિસ્ટિંગ બાદથી પ્રમોટર રાકેશ ચોપરાનો કંપનીમાં હિસ્સો 78.61 ટકાથી ઘટી 56.38 ટકા થયો છે.

આઝાદ એન્જિનિયરિંગના રૂ. 740 કરોડના આઈપીઓને રોકાણકારોનો બહોળો 83.04 ગણો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 179.64  ગણો, રિટેલ 24.51 ગણો અને એનઆઈઆઈ 90.24 ગણો ભરાયો હતો. કંપની પોતાના સેગમેન્ટમાં એકમાત્ર ટોચની કંપનીછે. જે વર્ચ્યુઅલ મોનોપોલી ધરાવતી હોવાથી બિઝનેસ ગ્રોથની સંભાવના વધુ છે.

કંપનીની ગત નાણાકીય વર્ષમાં આવકો 31.24 ટકા વધી હતી. જ્યારે ચોખ્ખઓ નફો 71.24 ટકા ઘટ્યો હતો. નફામાં ઘટાડા પાછળનું કારણ નવા એકાઉન્ટિંગ નિયમોના કારણે વન-ટાઈમ એડજસ્ટમેન્ટ હોવાનું કંપનીએ જણાવ્યું હતું. જેનો પીઈ રેશિયો 292.74 છે. જે તેની હરીફ લિસ્ટેડ કંપનીઓ એમટીએઆર, પારસ ડિફેન્સ, ડાયનેમેટિક, ત્રિવેણી ટર્બાઈનની તુલનાએ અનેકગણો છે. જો કે, એરોસ્પેસ કોમ્પોનન્ટ્સ અને ટર્બાઈનની ઉત્પાદક ઓઈએમને મોટાપાયે પ્રોડક્ટ સપ્લાય કરવાની સાથે આ કંપનીઓ કરતાં અલાયદુ બિઝનેસ મોડલ ધરાવે છે. જેથી એપલ-ટુ-એપલ બેઝિસ સરખામણી કરી શકાય નહીં.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)