પૂણે, 1 મે: એક બજાજ આલિયાન્ઝ લાઇફે સતત 23માં વર્ષે બોનસની જાહેરાત કરી છે. તે 11.66 લાખથી વધુ પોલીસી ધારકોને અપાશે કે જેમણે કંપનીની પાર્ટિસિપેટિંગ પ્રોડક્ટ્સમાં રોકાણ કર્યું છે. આ કંપની દ્વારા નાણાકીય વર્ષ 2024માં અત્યાર સુધીનું સૌથી વધુ રૂ. 1,383 કરોડ બોનસની જાહેરાત છે. પરંપરાગત પાર્ટિસિપેટિંગ (પ્રોફિટ સાથે) પોલીસીના ધારકો આ બોનસ માટે પાત્ર છે, જેને પાર્ટિસિપેટિંગ (પ્રોફિટ સાથે) ફંડ્સ અંતર્ગત મળેલી સરપ્લસમાંથી જાહેર કરાયું છે. 31 માર્ચ, 2024 સુધીમાં અમલમાં રહેલી તમામ પાર્ટિસિપેટિંગ પોલીસી આ બોનસ મેળવવા માટે પાત્ર છે. નાણાકીય વર્ષ 2024 માટેનું બોનસ નાણાકીય વર્ષ 2023ના બોનસની તુલનામાં 15 ટકા વધુ છે, જે રૂ. 1,201 કરોડ હતું.

બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ તરૂણ ચુગે કહ્યું હતું કે, અમારી રોકાણની રણનીતિ કે જે અમારી વેલ્યુ-પેક્ડ પ્રોડક્ટ્સ સમર્થિત છે, જે દર વર્ષે અમારા ગ્રાહકો તેમના જીવનના લક્ષ્યોની વધુ નજીક પહોંચે તે સુનિશ્ચિત કરે છે. આ બોનસની જાહેરાત તે દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે. દરેક નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલું બોનસ સંચિત થાય છે અને પોલીસીની પાકતી મુદ્દત અથવા નિકાસ ઉપર વિતરિત કરાય છે. આ ઉપરાંત પોલીસીની શરતો મૂજબ ચોક્કસ પોલીસી ઉપર રોકડ બોનસ અપાશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)