પૂણે, 1 મે:

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સએ પ્રીવે લૉન્ચની જાહેરાત કરી છે.  પરંપરાગત રીતે, ભારતમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્શ્યોરન્સની પહોંચ વધારવાનો પ્રયાસ મુખ્યત્વે ટીયર 2/ટીયર 3 સ્થાનો અને ગ્રામીણ બજારોમાં ગ્રાહક આધારને વધારવાના પ્રયાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે, જેમાં મુખ્યત્વે મધ્યમ, ઉચ્ચ મધ્યમ વર્ગ અને ગ્રામીણ ગ્રાહકોને આવરી લેવામાં આવે છે.  બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ, ઉપરોક્ત તમામ ગ્રાહક સેગમેન્ટમાં ઇન્શ્યોરન્સની પહોંચ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત, હવે ગ્રાહકના એવા વિશેષ સેગમેન્ટને પણ સેવા આપશે, જેમાં સામાન્ય રીતે વધારેલી કવરેજ લિમિટવાળા ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સની જરૂર પડે છે.  આવા સમજદાર ગ્રાહકોની ફાઇનાન્શિયલ અને જીવનશૈલી પસંદગીઓ સાથે સંરેખિત બહુપક્ષીય આવશ્યકતાઓ અને વ્યાપક સુરક્ષાને ઓળખીને, પ્રીવે પરંપરાગત ઇન્શ્યોરન્સ ઑફરિંગથી આગળ વધે છે.  પ્રીવેનો ભાગ બનીને, ગ્રાહકોને વિશિષ્ટ અને પ્રાધાન્યવાળી ઇન્શ્યોરન્સ સેવાઓની શ્રેણીની ઍક્સેસ મળે છે, જે તેમની જરૂરિયાતોને ચોક્કસ રીતે પૂર્ણ કરવાની ખાતરી આપે છે.

પ્રીવેનો ભાગ બનવા માટે, ગ્રાહકો પાસે તેમની ચોક્કસ જરૂરિયાતો અનુસાર હેલ્થ, હોમ, મોટર, પર્સનલ એક્સિડન્ટ અને સાઇબર ઇન્શ્યોરન્સની વિવિધ પ્રૉડક્ટમાંથી પસંદગી કરવાની સુવિધા છે.  ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટમાં હાલમાં માય હેલ્થ કેર પ્લાન શામેલ છે, જે પાત્રતાના માપદંડ તરીકે ન્યૂનતમ ₹1 કરોડની વીમાકૃત રકમ સાથે કસ્ટમાઇઝ કરી શકાય તેવું હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરે છે; ગ્લોબલ હેલ્થ કેર, જે વિદેશી તબીબી સારવાર અને આયોજિત અને આંતરરાષ્ટ્રીય અને ઘરેલું બંને ઇમરજન્સી સારવાર જેવા કવરેજ પ્રદાન કરે છે, અને ગ્રાહકો પાત્રતા માટે વીમાકૃત રકમના કોઈપણ વિકલ્પો પસંદ કરી શકે છે.  આ ઉપરાંત, વી-પે ઍડ-ઑન કવર સાથે મોટર પ્રૉડક્ટ ઑફર કરવામાં આવશે.  આ ઍડ-ઑન કવર, એક ઑફર હેઠળ જ ફ્રેગમેન્ટેડ મોટર ઇન્શ્યોરન્સ ઍડ-ઑન્સની શ્રેણીને એકીકૃત કરે છે, જેમાં મોટર વાહન માટે ન્યૂનતમ ₹25 લાખ અથવા તેનાથી વધુનું ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (આઇડીવી) આવશ્યક છે.  માય હોમ ઇન્શ્યોરન્સ ઑલ રિસ્ક પૉલિસી ઘરમાં ઘરના માળખા અને મૂલ્યવાન સામગ્રી બંને માટે વ્યાપક ઇન્શ્યોરન્સ કવરેજની ખાતરી કરે છે.  અહીં પાત્રતાના માપદંડ તરીકે, માળખા માટે ન્યૂનતમ ₹3 કરોડ, નોન-પોર્ટેબલ સામગ્રી માટે ₹30 લાખ અને પોર્ટેબલ વસ્તુઓ માટે ₹6 લાખની વીમાકૃત રકમ રહેશે.

પ્રીવે, જે એક પ્રથમ અનન્ય પ્રકારનો પ્રોગ્રામ છે, જે પુણેમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો.  જેમાં બજાજ ફિનસર્વ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજીવ બજાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. 

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)