ગુજરાતમાં 25 ઓફીસ અને 7000થી વધુ એજન્ટ્સનું નેટવર્ક સ્થાપ્યું

અમદાવાદ, 18 ઓક્ટોબર: બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે ગુજરાતમાં 7,000થી વધુ એજન્ટો અને 25 ઓફિસો સાથે, કંપની વ્યૂહાત્મક રીતે આ પ્રદેશમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહી છે. જીવન વીમાને એક બહુમુખી રોકાણ સાધન તરીકે શિક્ષિત કરવા, સરળ બનાવવા અને વ્યક્તિગત કરવા માટે તેના ઇન્શ્યોરન્સ કન્સલ્ટન્ટ્સ (આઈસી)ના વ્યાપક નેટવર્કનો ઉપયોગ કરે છે. આર્થિક સર્વેક્ષણ 2022-23 મુજબ, દેશમાં જીવન વીમાનું પ્રવેશ સ્તર 2021માં 3.2% હતું, જે સુવિધાઓથી વંચિત વિસ્તારોમાં પહોંચવામાં નોંધપાત્ર વણખેડાયેલી સંભાવના દર્શાવે છે. જર્નલ ઓફ ઈન્શ્યોરન્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (જાન્યુઆરી-માર્ચ’23) મુજબ, દેશમાં વેચાયેલી કુલ પોલિસીમાંથી લગભગ 4.8% ગુજરાતમાંથી છે. મજબૂત મલ્ટી-ચેનલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, વિવિધ પ્રોડક્ટ ઓફરિંગ અને ચપળ ડિજિટલ ઇકોસિસ્ટમ દ્વારા પૂરક થતું બજાજ આલિયાન્ઝ લાઇફનું આઇસી (એજન્ટ્સ)નું મજબૂત નેટવર્ક, બજાજ આલિયાન્ઝ લાઇફને ગુજરાત અને સમગ્ર દેશમાં જીવન વીમાના પ્રવેશને આગળ વધારવા માટે સારી સ્થિતિમાં મૂકી છે.

બજાજ આલિયાન્ઝ લાઇફના ચીફ એજન્સી ઓફિસર સમીર જોશીએ જણાવ્યું હતું કે, ગ્રાહકો હજુ પણ સુરક્ષિત નાણાંકીય ભવિષ્ય માટે યોગ્ય જીવન વીમા યોજના પસંદ કરવામાં મદદ કરવા માટે ઇન્શ્યોરન્સ કન્સલ્ટન્ટ્સ (એજન્ટ્સ) પર ઘણો વિશ્વાસ ધરાવે છે. તેથી, અમારા એજન્ટોને જરૂરી જ્ઞાન, નવી પ્રોડક્ટ્સ તથા આગળનું વિચારવાની પ્રક્રિયા સમજાવવી અને તેનાથી તેમને સશક્ત કરવા અમારા માટે જરૂરી છે જેથી તેઓ ગ્રાહકોને તેમના જીવનના લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરે. બજાજ આલિયાન્ઝ લાઇફ 100% ડિજિટલ એજન્સી ચેનલ ધરાવતી એકમાત્ર કંપની તરીકે ઊભરી આવી છે. બજાજ આલિયાન્ઝ લાઇફ વિવિધ પહેલો અને ટેક્નોલોજી પ્લેટફોર્મ દ્વારા પ્રારંભિક એજન્ટ તાલીમની સુવિધા આપે છે.

31 ઓગસ્ટ, 2023 સુધીમાં, બજાજ આલિયાન્ઝ લાઇફે 1,744 કરોડથી વધુનું ગ્રોસ રિટન પ્રીમિયમ (જીડબ્લ્યુપી) હાંસલ કર્યું છે અને તેની અત્યાર સુધીની સૌથી વધુ રૂ. 96,896 કરોડની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) પ્રાપ્ત કરી છે. તે 1,36,453 એક્ટિવ એજન્ટો, 503 બ્રાન્ચ ઓફિસો અને કંપનીના તમામ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશનલ પાર્ટનર્સની બ્રાન્ચ થકી હાજરી ધરાવે છે. ગ્રાહકો વોટ્સએપ અને કંપનીની સમર્પિત એપ્લિકેશન સહિત વિવિધ ડિજિટલ સર્વિસીઝ દ્વારા પણ કંપની સાથે સંપર્ક કરી શકે છે.