કોલકાતા: બંધન બેંકે સૈન્ય દળોના પેન્શનર્સ અને તેમના પરિવારોને બેંકિંગ સેવાઓ પૂરી પાડવા ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના કન્ટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સ સાથે સમજૂતીકરાર (એમઓયુ) કર્યા છે. બેંક 557 શાખાઓ મારફતે સૈન્ય દળોના પેન્શનર્સ અને તેમના પરિવારોને આ સેવાઓ પ્રદાન કરશે. બેંક સિસ્ટમ ફોર પેન્શન એડમિનિસ્ટ્રેશન રક્ષા (SPARSH – સ્પર્શ) પર સૈન્ય દળોના પેન્શનર્સ માટે આઉટરિચ પ્રોગ્રામ અંતર્ગત સૈન્ય દળોના પેન્શનર્સ સાથે સંબંધિત તમામ પ્રવૃત્તિઓ માટે વન સ્ટોપ સોલ્યુશન તરીકે સરકારના વિઝનને સુસંગત ધરાવે છે. આ એમઓયુ નવી દિલ્હીમાં ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના રામ દેવ, આઇડીએએસ, કન્ટ્રોલર, O/o પીસીડીએ (પેન્શન્સ), પ્રયાગરાજ, ગિરિધર અરામાને, આઇએએસ, સંરક્ષણ સચિવ, ભારત સરકાર, શ્રીમતી રસિકા ચૌબે, નાણાકીય સલાહકાર (સંરક્ષણ સેવાઓ) અને દેબરાજ સાહા, હેડ – ગવર્મેન્ટ બિઝનેસ, બંધન બેંકની હાજરીમાં થયા હતા. સંરક્ષણ સચિવે વર્ચ્યુઅલ રીતે દિલ્હી કેન્ટોન્મેન્ટમાં SPARSH સર્વિસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું, જે સર્વિસ રિક્વેસ્ટ અને ફરિયાદ નિવારણ, વાર્ષિક હયાતીનું પ્રમાણપત્ર, પેન્શનર્સ ડેટા વેરિફિકેશન (પીડીવી), આધાર નંબર સહિત, પેન નંબર, પોસ્ટલ એડ્રેસ અને બેંક ખાતાઓ સહિત પ્રોફાઇલમાં ફેરફારનું મેનેજમેન્ટ જેવી વિવિધ સેવાઓ પૂરી પાડે છે.