બેન્ક ઓફ ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટના CEOતરીકે મોહિત ભાટિયા

મુંબઈઃ બેન્ક ઓફ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે મોહિત ભાટિયાની નિયુક્તિ કરાઇ છે. ભાટિયા મ્યુચ્યુઅલ ફંડ્સ અને ફાઈનાન્સિયલ સર્વિસ ઉદ્યોગમાં 26 વર્ષથી વધુનો વ્યાવસાયિક અનુભવ ધરાવે છે. મજબૂત કામગીરીનો ટ્રેક રેકોર્ડ અને વેચાણ અને વિતરણ, ટીમ નિર્માણ, માર્કેટિંગ અને બ્રાન્ડિંગ, ડિજિટલ ઇકો-સિસ્ટમનું નિર્માણ, MF ઉદ્યોગ કેન્દ્રિત પ્રોજેક્ટ કાર્ય, પ્રક્રિયા અને ગુણવત્તા સુધારણા અને વ્યવસાય આયોજનના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિણામોની સિદ્ધિ. અગાઉ તેઓ કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની લિ.ના હેડ – સેલ્સ એન્ડ માર્કેટિંગ તરીકે કામગીરી બજાવતા હતા. જ્યાં તેમના નેતૃત્વ હેઠળ એયુએમ INR 50,000 કરોડથી વધુ થઇ હતી. તે ઉપરાંત તેઓ ફ્રેન્કલિન ટેમ્પલટન AMC સાથે હેડ – રિટેલ એડવાઇઝરી સર્વિસ, એક્સિસ બેંક ઝોનલ હેડ વેલ્થ – નોર્થ ઈન્ડિયા, DSP મેરિલ લિંચ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ હેડ નોર્થ ઈન્ડિયા અને બાદમાં હેડ-બેંકિંગ ચેનલ પેન ઈન્ડિયા અને એલાયન્સ કેપિટલ AMC સાથે પણ કામગીરી કરી ચૂક્યા છે. તેમની નિમણૂક પર ટિપ્પણી કરતાં, મોહિતે કહ્યું, “મને આપેલ તકને અનુસરીને આનંદ થાય છે અને હિતધારકોનો આભાર માનું છું. હું દ્રઢપણે માનું છું કે બચતના નાણાકીયકરણના ચાલુ રોકાણના મેગાટ્રેન્ડને ધ્યાનમાં રાખીને આ વ્યવસાયમાં વિશાળ સંભાવનાઓ છે. મોહિત ભાટીયા બીઇ મિકેનિકલ તેમજ મેનેજમેન્ટ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ (ગુરગાંવ)માંથી એમબીએની પદવી ધરાવે છે.

L&T કન્સ્ટ્રક્શને પાવર ટ્રાન્સમિશન- વિતરણ માટે ઓર્ડર મેળવ્યાં

મુંબઈ: એલએન્ડટી કન્સ્ટ્રક્શનનાં પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન વ્યવસાયે ભારત અને વિદેશમાં એકથી વધારે ઓર્ડર્સ મેળવ્યાં છે. વ્યવસાયે ગુજરાતમાં 765કેવીની ટ્રાન્સમિશન લાઇન સ્થાપિત કરવાનો ઓર્ડર મેળવ્યો છે. આંતર-રાજ્ય ટ્રાન્સમિશન વ્યવસ્થામાંથી ઉપલબ્ધ વીજ હસ્તાંતરણ ક્ષમતા નેટવર્કના વિસ્તરણને કારણે વધશે. એક ઓર્ડર પૂર્વોતર ભારતમાં એક રાજ્યમાં વિતરણ વ્યવસ્થામાં અપગ્રેડ માટે મળ્યો છે. આ પ્રોજેક્ટમાં મધ્યમ અને ઓછા વોલ્ટેજ ધરાવતા વિતરણ નેટવર્કને મજબૂત કરવાની કામગીરી સામેલ છે. વ્યવસાયે સંયુક્ત આરબ અમીરાતમાં નવા 132કેવીના સબસ્ટેશનોના પુનરાવર્તિત ઓર્ડર્સ મેળવ્યાં છે. ઉપરાંત એક ઓર્ડર સાઉદી અરેબિયામાં 380કેવી ઓવરહેડ લાઇન સ્થાપિત કરવા માટે મેળવ્યો છે, જે ઇવાક્યુએશન માળખાને મજબૂત કરવામાં મદદરૂપ થશે અને કિંગ્ડમના વેસ્ટર્ન રિજનમાં ગ્રિડની વિશ્વસનિયતા વધારશે. બાંગ્લાદેશમાં ઢાંકા અને નારાયણગંજમાં વિતરણ વ્યવસ્થા મજબૂત થવાની સાથે વ્યવસાયને આ વિસ્તારમાં બે નવા 132કેવી અને 33કેવી સબસ્ટેશનો સ્થાપિત કરવાના ઓર્ડર મળ્યાં છે.