અમદાવાદઃ સેન્સેક્સ પ્રિ-ઓપન સેશનમાં 248.58 પોઇન્ટના ઉછાળા સાથે 58314.05 પોઇન્ટની સપાટીએ રહેવા સાથે 28 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાવ્યો છે. નિફ્ટી 104.95 પોઇન્ટના સુધારા સાથે 17379.25 પોઇન્ટની સપાટીએ રહ્યા હતો. જે દર્શાવે છે કે, માર્કેટનો ટોન દિવસ દરમિયાન સુધારા તરફી રહી શકે છે.

રિલાયન્સ સિક્યુરિટીઝના અહેવાલ અનુસાર નિફ્ટી માટે ઇન્ટ્રા-ડે સપોર્ટ 17165- 17056 અને રેઝિસ્ટન્સ લેવલ્સ 17335- 17396 પોઇન્ટ વચ્ચે જણાય છે. તે જોતાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે તે અનુસાર તેમની ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવી.

દરમિયાનમાં સેન્સેક્સ સવારે 9.15 કલાકે 58314.05 પોઇન્ટ ની સપાટીએ ખુલી મિનિટોમાં જ 58575 પોઇન્ટની સપાટી ક્રોસ કરી ગયો હતો. નિફ્ટી પણ 17379.25 પોઇન્ટની સપાટીએ ખુલી ઉપરમાં 17430 પોઇન્ટ નજીક પહોંચી ગયો હતો.