અમદાવાદઃ ગુરુવારે ખૂલેલા Bikaji Health અને Global foodsના IPOને પ્રથમ દિવસે સુસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો. બીકાજી ફુડ્સનો આઇપીઓ કુલ 0.67 ગણો ભરાયો હતો. જોકે, રિટેલ પોર્શન 1.10 ટકા ભરાઇ ગયો હતો. જ્યારે ગ્લોબલ ફુડ્સ કુલ 0.26 ટકા જ ભરાવા સાથે રિટેલ પોર્શન માંડ 0.12 ટકા જ ભરાયો હતો.

ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સનો આઇપીઓ બીજા દિવસના અંતે કુલ માંડ 0.29 ગણો ભરાવા સાથે રિટેલ રોકાણકારો તરફથી માંડ 0.31 ગણો જ ભરાયો હતો. શુક્રવારે ઇશ્યૂની છેલ્લી તારીખ છે. તે જોતાં પ્રાઇમરી માર્કેટ પંડિતો એવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે કે, અન્ય નબળાં આઇપીઓમાં થતાં ચમત્કારો જો આ આઇપીઓમાં નહિં થાય તો આઇપીઓ ફેઇલ જઇ શકે તેવી સંભાવના છે.

FUSION MICRO FINANCE (2ND DAY) Issue dates 2-4 Nov.

CATEGORYNO. OF TIMES
QIB0.00
NII0.61
RII0.31
TOTAL0.29

BIKAJI FOODS (1ST DAY) Issue dates 3-7 Nov.

CATEGORYNO. OF TIMES
QIB0.01
NII0.58
RII1.10
EMPLOYEE0.52
TOTAL0.67

GLOBAL HEALTH (1ST DAY) Issue dates 3-7 Nov.

CATEGORYNO. OF TIMES
QIB0.54
NII0.18
RII0.12
TOTAL0.26