મુંબઇઃ HDFC મ્યુચ્યુઅલ ફંડ (HDFC MF)એ HDFC નિફ્ટી IT ETF અને HDFC નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ETF એમ બે એનએફઓ લોન્ચ કર્યા છે. આ ફંડ્સ વધતી જતી IT અને ખાનગી બેન્ક સ્પેસમાં એક્સપોઝર મેળવવાની સરળ રીત પ્રદાન કરે છે. જે 28 ઓક્ટોબરે શરૂ થશે અને 9 નવેમ્બરે બંધ થશે.
HDFC નિફ્ટી IT ETF ટોચની IT કંપનીઓ દ્વારા વૈશ્વિક IT માંગ/જરૂરિયાતોને કેપ્ચર કરવાની ક્ષમતા ધરાવે છે. અને HDFC નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ETFનો ઉદ્દેશ્ય ભારતના આર્થિક વિકાસથી લાભ મેળવતી ખાનગી બેન્કોની સંભવિતતાનો લાભ મેળવવાનો છે.
બંને ફંડ્સમાં એનએસઈ પર લિસ્ટેડ આઈટી અને બન્કિંગ સેક્ટરના ટોચના 10 સ્ટોક્સને આવરી લે છે. જેમાં માર્ચ અને સપ્ટેમ્બરમાં રિબેલેન્સ થાય હોય છે. HDFC એસેટ મેનેજમેન્ટ કંપની લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નવનીત મુનોતે જણાવ્યું હતું કે, “HDFC AMC મજબૂત રિટર્નની ખાતરી આપે છે. એચડીએફસી નિફ્ટી આઇટી ઇટીએફ અને એચડીએફસી નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ઇટીએફની શરૂઆત એ અમારા રોકાણકારો માટે ડાયવર્સિફિકેશન પોર્ટફોલિયો બનાવવામાં મદદ કરે છે.