ઇશ્યૂ ખૂલશે 3નવેમ્બર, 2022
ઇશ્યૂ બંધ થશે7નવેમ્બર, 2022
ફેસ વેલ્યૂ₹1 per share
પ્રાઇસ બેન્ડ₹285 to ₹300 per share
લોટ સાઇઝ50 Shares
ઇશ્યૂ સાઇઝ29,373,984 shares
ઇશ્યૂ સાઇઝ₹881.22 Cr
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ
પ્રમોટર્સરતન અગરવાલ, દિપક અગરવાલ

અમદાવાદઃ ભારતીય નાસ્તા અને મિઠાઇઓનું વેચાણ કરતી ભારતની ત્રીજી સૌથી મોટી એથનિક સ્નેક્સ કંપની તથા ભારતના ભારતના ઓર્ગેનાઇઝ્ડ સ્નેક્સ માર્કેટની બીજી સૌથી ઝડપથી વિકસી રહેલી કંપની બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ તા. 3 નવેમ્બર-22ના રોજ આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. શેરદીઠ રૂ. 1ની ફેસ વેલ્યૂ તથા રૂ. 285-300ની પ્રાઇસ બેન્ડ સાથએ કંપનીના ઇશ્યૂમાં ન્યૂનતમ 50 અને ત્યારબાદ તેના ગુણાંકમાં અરજી કરવાની રહેશે. કંપનીનો ઇશ્યૂ તા. 7 નવેમ્બરે બંધ થશે. કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવામાં આવશે. આ ઇશ્યૂ વર્તમાન શૅરધારકો અને પ્રમોટર ગ્રૂપ એન્ટિટીઓ દ્વારા 29,373,984 સુધી સંપૂર્ણપણે ઑફર ફૉર સેલ (ઓએફએસ) છે.

કંપનીની કામગીરી વિશેઃ

શિવ રતન અગ્રવાલે વર્ષ 1993માં બિકાજી બ્રાન્ડને લૉન્ચ કરી હતી તથા રાજસ્થાન, અસમ અને બિહારમાં પરંપરાગત નાસ્તાઓના બજારમાં અગ્રણી સ્થાન અને પહોંચ હાંસલ કર્યા હતા. ત્યારબાદ બિકાજીએ ક્રમશઃ સમગ્ર ભારતમાં તેના પદચિહ્નો વિસ્તાર્યા હતા. 30 જૂન 2022 સુધીમાં તે 23 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંચાલન કરી રહી છે તથા ઉત્તર અમેરિકા, યુરોપ, મીડલ ઇસ્ટ, આફ્રિકા અને એશિયા પેસિફિક સહિત 21 દેશોમાં તેના ઉત્પાદનોની નિકાસ કરી રહી છે, જે તેના ખાદ્યઉત્પાદનોના વેચાણનો 3.20 ટકા હિસ્સો થવા જાય છે.

એફ એન્ડ એસ રીપોર્ટના આરએચપીમાં જણાવ્યાં મુજબ, આજે બિકાજી બિકાનેરી ભુજિયાની સૌથી મોટી ઉત્પાદક છે, જેનું કુલ વાર્ષિક ઉત્પાદન 29,380 ટન છે તથા નાણાકીય વર્ષ 2022માં તે હાથથી બનાવેલા પાપડની બીજી સૌથી મોટી ઉત્પાનકર્તા છે, જેની કુલ વાર્ષિક ઉત્પાદનક્ષમતા 9,000 ટન છે. આ ઉપરાંત, તે રસગુલ્લા, ગુલાબ જાંબુ અને સોનપાપડી જેવી પૅકેજ્ડ મીઠાઈઓના પણ ભારતના અગ્રણી ઉત્પાદનકર્તા છે તથા તેઓ ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રાહકોની વિકસતી જઈ રહેલી પસંદગીઓને અનુરૂપ ભારતના પરંપરાગત નાસ્તાઓના પ્રાદેશિક સ્વાદને જાળવી રાખીને તેને સમકાલીન સ્વાદ મુજબ વિકસાવવા અને ફરીથી તૈયાર કરવામાં પણ અગ્રણી માનવામાં આવે છે.

Bikaji Foodsની નાણાકીય કામગીરી

PeriodTotal AssetsTotal RevenueProfit After Tax
31-Mar-19630.9910.6550.93
31-Mar-20676.641082.956.37
31-Mar-21817.151322.2190.34
30-Jun-21871.96337.0812.41
31-Mar-221102.131621.4576.03
30-Jun-221146.28423.8215.7