Shopping online concept – Parcel or Paper cartons with a shopping cart logo in a trolley on a laptop keyboard. Shopping service on The online web. offers home delivery.

ઓનલાઇન ખરીદીમાં મિલેનિયલ્સનો 84% હિસ્સો, 72% ભારતીયો સોશિયલ મીડિયા પર ડિસ્કાઉન્ટ- ઓફર શોધે છે

સોશિયલાઇઝિંગમાં મહિલાઓ 48%, પુરુષો (60%) મેટાવર્સમાં ડેટિંગ અને વર્ચ્યુઅલ કાર્યક્રમોમાં સામેલ છે

 મુંબઈઃ નાણાકીય સેવાઓની ટેકનોલોજીમાં વૈશ્વિક અગ્રણી FISનો નવો સર્વે દર્શાવે છે કે, ભારતીયો સંલગ્ન ચુકવણીઓ જેવા સંલગ્ન ધિરાણની રીતો અપનાવવા સજ્જ છે અને મેટાવર્સમાં વિવિધ ઓફરો અજમાવવા આતુર છે.  78% ભારતીયો ક્લોધિંગ, શૂ અને એક્સેસરીઝ જેવા ફેશન ઉત્પાદનોની ખરીદી કરે એવી શક્યતા છે, તો 70% સોશિયલ મીડિયા એપ્સની અંદર ગ્રોસરીની ખરીદી કરશે. 63% ભારતીયો ઇન-એપ/ઇન-બ્રાઉઝર ગિફ્ટ વાઉચર્સમાં ખરીદી કરશે, 55% આગામી 12 મહિનાઓમાં વીમા અને રોકાણના ઉત્પાદનોની ખરીદી કરશે.

જ્યારે ઓનલાઇન ખરીદીની વાત આવે છે, ત્યારે 76% ભારતીયો ચેકઆઉટ દરમિયાન UPIનો વપરાશ પસંદ કરે છે. 84% મિલેનિયલ્સ એકાઉન્ટ સૌથી વધારે છે. 72% ભારતીયો ડિસ્કાઉન્ટ અને ઓફરનો વિચાર કરે છે, તો 63% સોશયિલ મીડિયા એપ્સ પર ખરીદીના તેમના અભિગમના મુખ્ય પ્રેરકબળ તરીકે સુવિધાને ઉપયોગી ગણે છે. 63% ભારતીયો ઇન-એપ ખરીદીને સાનુકૂળ ગણે છે, કારણ કે આ પ્રકારની ખરીદીઓ ઝડપી, સુવિધાજનક છે તથા રિવોર્ડ અને કેશબેક ઓફર કરે છે.

92% ભારતીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મસની અંદર ખરીદી કરતાં ચિંતા ધરાવે છે. 56% ભારતીયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બનાવટી વિક્રેતાઓની ચિંતા છે અને 62% ભારતીયો ઇન-એપ ખરીદી કરતાં બનાવટી વ્યવહારોના અનુભવથી ચિંતિત છે.  68% ભારતીયોને મેટાવર્સમાં ખરીદી કરવાનું પસંદ પડશે અને 57% ટકા ભારતીયો આગામી 12 મહિનાઓમાં બેંકિંગ સેવાઓ માટે મેટાવર્સની સુલભતા મેળવવાનું પસંદ કરશે. મેટાવર્સમાં ભારતીય ખરીદી કરવા આતુર છે એ ઉત્પાદનો અને સેવાઓમાં વર્ચ્યુઅલ ક્લોધિંગ/ફેશન (56%), મ્યુઝિક કોન્સર્ટ્સ/સ્પોર્ટ્સ મેચની ટિકિટો (52%) અને ગેમ્સ/ગેમિંગ ટોકન્સ (51%) સામેલ છે. મહિલાઓ (48%)ની સરખામણીમાં પુરુષો (60%) મેટાવર્સમાં સોશિયલાઇઝ, ડેટિંગ અને વર્ચ્યુઅલ કાર્યક્રમોમાં સહભાગી થવામાં વધારે રસ ધરાવે છે.