અમદાવાદ, 30 જાન્યુઆરીઃ ડિજિટલ સર્વિસ પ્રોવાઈડર બીએલએસ-ઈ સર્વિસિઝ (BLS-E Services IPO)નો આઈપીઓ આજે ખૂલતાંની સાથે જ થોડી જ ક્ષણોમાં ફુલ્લી સબ્સક્રાઈબ્ડ થઈ ચૂક્યો છે. 11.21 વાગ્યા સુધીમાં બીએલએસ-ઈ સર્વિસિઝનો ઈશ્યૂ કુલ 2.30 ગણો ભરાયો હતો.

જેમાં રિટેલ રોકાણકારોએ સૌથી વધુ 9.95 ગણા બીડ ભર્યા છે. જ્યારે એનઆઈઆઈ પોર્શન 3.13 ગણો સબ્સક્રાઈબ થયો હતો. ક્યુઆઈબીએ હજી ખાતુ ખોલ્યુ નથી.

આજથી 1લી ફેબ્રુઆરી સુધી ખૂલ્લો રહેનાર રૂ. 310.91 કરોડનો બીએલએસ-ઈ સર્વિસિઝના આઈપીઓની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 129-135 છે. માર્કેટ લોટ 108 શેર્સ માટે લઘુત્તમ રૂ. 14580નું રોકાણ કરવુ પડશે. જેમાં રિટેલ રોકાણકાર મહત્તમ 13 લોટ માટે અરજી કરી શકશે. આઈપીઓ શેર એલોટમેન્ટ 2 ફેબ્રુઆરીએ અને લિસ્ટિંગ 6 ફેબ્રુઆરીએ બીએસઈ અને એનએસઈ ખાતે થશે.

ગ્રે પ્રીમિયમ અને નિષ્ણાતોની ટીપ્સ

ગ્રે માર્કેટમાં બીએલએસ-ઈ સર્વિસિઝના આઈપીઓ માટે સૌથી વધુ 111 ટકાથી 115 ટકા પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. અર્થાત રૂ. 135ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 150 ગ્રે પ્રીમિયમ છે. કોષ્ટક અને સબ્જેક્ટ સોદાનું પ્રમાણ પણ વધ્યું છે. આઠથી દસ બ્રોકરેજ હાઉસે ઈશ્યૂ ભરવા સલાહ આપી છે. જેમાં આનંદ રાઠી, રિલાયન્સ સિક્યુરિટીઝ, કેનેરા બેન્ક સિક્યુરિટીઝ, કેપિટલ માર્કેટ, મારવાડી શેર્સ, વેન્ચુરા કેપિટલ સહિતના બ્રોકરેજ હાઉસ સામેલ છે. જેની હરીફ ઈમુદ્રા લિ.ના શેર રિટર્ન અને બિઝનેસ વિસ્તરણની સ્થિતિને જોતાં બીએલએસ-ઈ સર્વિસિઝમાં ગ્રોથની વિશાળ તકો નિષ્ણાતો જોઈ રહ્યા છે. પીઈ રેશિયો પણ હરીફની તુલનાએ 44.31 (56.27) છે.

ફંડામેન્ટલ્સઃ (રૂ. કરોડમાં)

વિગતFY23FY22Fy21
આવક246.2998.4065.23
ચોખ્ખો નફો20.335.383.15
નેટવર્થ106.9415.079.68

કંપનીની આવક અને ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2022-23માં ક્રમશઃ 150.31 ટકા અને 277.94 ટકા વધ્યો છે. ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ અનુસાર, કંપની કોઈ બાકી દેવુ ધરાવતી નથી. નેટવર્થ પણ સતત વધી સપ્ટેમ્બર-23ના અંતે 120.37 કરોડ હતી. આવકો અને નફામાં સતત વૃદ્ધિ જોવા મળી છે. ડેટ ટુ ઈક્વિટી રેશિયો 0.05 છે. શેરદીઠ કમાણી રૂ. 3.05 છે. હાલમાં કંપનીએ એક્વિઝિશન કર્યુ હોવાથી આવકો અને નફામાં નોંધનીય વૃદ્ધિ જોવા મળી હોવાનું મેનેજમેન્ટે જણાવ્યું છે.

સેક્ટોરલ ફેન્સીઃ ડિજિટલ ઈન્ડિયા અભિયાન તેમજ ઈ-કોમર્સનું વલણ સતત વધી રહ્યું છે. 2016માં સ્થાપિત બીએલએસ-ઈ સર્વિસિઝે ટૂંકાગાળામાં સારો એવો ગ્રોથ કર્યો છે. જે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ સર્વિસિઝ, આસિસ્ટેડ ઈ સર્વિસિઝ અને ઈ-ગવર્નન્સ સર્વિસિઝ પૂરી પાડે છે. જેની પેટા કંપની બીએલએસ ઈન્ટરનેશનલ સર્વિસિઝ લિ. એશિયા, આફ્રિકા, યુરોપ, સાઉથ અમેરિકા, નોર્થ અમેરિકા, અને મધ્ય-પૂર્વીય પ્રાંતોમાં વિઝા, પાસપોર્ટ, કોન્સલર, અને અન્ય સિટિઝન સેવાઓ પ્રદાન કરે છે.