અમદાવાદ, 30 જાન્યુઆરીઃ મેઈન બોર્ડ ખાતે આજે  ઈપેક ડ્યુરેબલ લિ. (Epack Durable Ltd IPO)એ 4 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યા બાદ 8.17 ટકા સુધી ઘટ્યો હતો. બીએસઈ ખાતે 230ની ઈશ્યૂ પ્રાઈસ સામે 2.17 ટકા ડિસ્કાઉન્ટે 225ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું હતું. બાદમાં સતત ઘટી 211.20ની ઐતિહાસિક બોટમ નોંધાવી હતી. 11.04 વાગ્યે 6.17 ટકા ડિસ્કાઉન્ટે 215.80ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

ઈપેક ડ્યુરેબલ લિ.ના આઈપીઓ માટે ગ્રે માર્કેટમાં રૂ. 5 પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. જે લિસ્ટિંગ 2થી 5 ટકા પ્રીમિયમે થવાનો અંદાજ આપી રહ્યા હતા. જો કે, માર્કેટમાં કરેક્શનના માહોલ વચ્ચે ઈપેક ડ્યુરેબલ પ્રીમિયમે લિસ્ટિંગ કરાવવામાં નિષ્ફળ રહ્યો હતો. કંપનીએ આઈપીઓ હેઠળ કુલ રૂ. 640.05 કરોડનું ફંડ એકત્રિત કર્યું છે.

19થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાયેલ ઈપેક ડ્યુરેબલનો આઈપીઓ કુલ 16.79 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 25.59 ગણુ, એનઆઈઆઈ 29.7 ગણો અને રિટેલ 6.50 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો. કંપનીએ એન્કર ઈન્વેસ્ટમેન્ટ અંતર્ગત કુલ 192.02 કરોડનું ફંડ એકઠું કર્યુ હતું. આજે વર્તમાન ભાવે ઈપેક ડ્યુરેબલની માર્કેટ કેપિટલાઈઝેશન 2063.02 કરોડ હતી.

2019માં સ્થાપિત ઈપેક ડ્યુરેબલ લિમિટેડ રૂમ એસીના ઓરિજિનલ ડિઝાઈન મેન્યુફેક્ચરર છે. જે દેહરાદૂનમાં ચાર યુનિટમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવે છે. તદુપરાંત રાજસ્થાનના ભીવડીમાં પણ પ્રોડક્શન યુનિટ છે. આઈપીઓ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીના વિસ્તરણ માટે તેમજ દેવાની ચૂકવણી માટે કરશે. બાકીના ફંડમાંથી જનરલ કોર્પોરેટ હેતૂઓ પૂર્ણ કરશે.

માર્કેટ નિષ્ણાતોએ વર્તમાન બજારની સ્થિતિને ધ્યાનમાં લેતાં રોકાણકારોને રાહ જોવા સલાહ આપી રહ્યા છે. શોર્ટ ટર્મ ઈન્વેસ્ટર્સ પણ ઈપેક ડ્યુરેબલ્સમાં સ્ટોપ લોસ સાથે શેર હોલ્ડ કરી શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)