BUDGET-2023 REACTIONS FROM INDUSTRY LEADERS
વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટીના CMD યતિન ગુપ્તે
વડોદરાઃ અમે માનનીય નાણાં મંત્રી દ્વારા પ્રસ્તુત ભવિષ્યલક્ષી બજેટને આવકારીએ છીએ. બજેટ અમૃત કાળના વિઝનનો ઉચિત સંદર્ભ ધરાવે છે. ચાલુ વર્ષનું બજેટ દેશના સર્વાંગી વિકાસ માટે તમામ વર્ટિકલ્સને આવરી લઈને ભારતના અર્થતંત્રને મોટું પ્રોત્સાહન આપશે. ઊર્જા પરિવર્તન માટે રૂ. 35,000 કરોડની મંજૂરી ભારતના નેટ ઝીરો લક્ષ્યાંક તરફ એક મહત્વપૂર્ણ પગલું છે અને આ બજેટ પર્યાવરણલક્ષી ભવિષ્યને અતિ જરૂરી વેગ આપશે એમાં કોઈ શંકા નથી. કેપિટલ ગૂડ્સ, લિથિયમ-આયન બેટરીઓ પર કરમુક્તિ તથા કસ્ટમ ડ્યુટીમાં વધુ ઘટાડો ઇલેક્ટ્રિક વ્હિકલ તરફ ઝડપી પરિવર્તન અને ગ્રીન મોબિલિટીને વેગ આપશે, જે આ ક્ષેત્રને અભૂતપૂર્વ રીતે મજબૂત કરશે. અમે ઇવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમને અપગ્રેડ કરવા સરકારના મહત્વાકાંક્ષી વિઝન માટે આતુર છીએ. ઉપરાંત વ્યક્તિગત કરવેરા પર છૂટછાટ અને રોજગારીના સર્જનને ભાર મૂકવાથી બજારમાં સસ્ટેઇનેબિલિટી આવશે અને લોકોની ખરીદક્ષમતા વધશે. અર્થતંત્ર માટે સ્થાનિક વપરાશ મુખ્ય પ્રેરકબળ છે. માળખાગત સુવિધાને પ્રોત્સાહન અને અસરકારક મૂડીગત ખર્ચ સાથે ઉદ્યોગને આશા છે કે, આ બજેટ આર્થિક સુધારા માટે સારું રહેશે અને દેશની સંપૂર્ણ વૃદ્ધિને વેગ આપશે.