ગૌતમ અદાણીની અદાણી એન્ટરપ્રાઇઝનો એફ.પી.ઓ.મુલત્વી રાખવાની જાહેરાત

અમદાવાદઃ અદાણી જૂથના અદાણી એન્ટરપ્રાઇસીસના એફપીઓને મુલતવી રાખવાની જાહેરાત કરતાં ચેરમેન ગૌતમ અદાણીએ રોકાણકારોને સંબોધન કરતાં જણાવ્યું છે કે, અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના એફ.પી.ઓ.માં વ્યક્ત કરેલા વિશ્વાસને નમન કરીને પ્રવર્તમાન બજારની પ્રવાહી સ્થિતિમાં અમારા રોકાણકારોની હિફાજત કરવાના હેતુને ટોચની અગ્રતા આપી એક સંવેદનાસભર નિર્ણય કરી આ એફ.પી.ઓ.ને તાત્કાલિક અસરથી મુલત્વી રાખવાની મોડી રાત્રે જાહેરાત કરીને રોકાણકારોના આ ભરણામાં પ્રાપ્ત થયેલા પૈસા પરત ચૂકવી આપવાની ખાતરી આપીએ છીએ. અદાણી સમૂહની પ્રગતિ યાત્રાના પ્રત્યેક પગલામાં ખભે ખભા મિલાવી સાથે ચાલનારા સમગ્ર રોકાણકાર અને હિતધારક સમુદાયોનો અંતકરણથી ૠણ સ્વીકાર અને એ ખાતરીનો પુર્નરોચ્ચાર છે કે અમારા રોકાણકારોનો ભરોસો અને તેમના હિતો  અમારી કાયમી પ્રાથમિકતા હશે. સંઘર્ષ અને પડકારોને પાર  કરી વૃધ્ધિને વરેલો અદાણી સમૂહ પ્રજાહિતને સ્પર્શતા કોઇપણ પગલા લેતા પળનો પણ વિલંબ નહી કરે.