પેસેન્કાજર કારના વેચાણોમાં એપ્રિલ દરમિયાન 25 ટકા ઘટાડો
કાચા માલોની સતત વધી રહેલી કિંમત, સેમિ કન્ડક્ટર ચીપ્સની અછતના કારણે ઉત્પાદનમાં કાપ અને ખર્ચમાં વધારા ઉપરાંત સ્ટીલ- કોપરની કિંમતમાં પણ ઉછાળાવા કારણે ઓટો કંપનીઓને ભાવ વધારો કરવાની ફરજ પડી છે. સામે કંપનીઓના વેચાણોમાં પણ ઘટાડાની પ્રતિકૂળ અસર જોવા મળી છે.
એપ્રિલ માસમાં પેસેન્જર વાહનોના વેચાણો 4 ટકા ઘટી 251581 યુનિટ (261633 યુનિટ) રહ્યા છે. તે પૈકી વધુ ઘટાડો પેસેન્જર કારમાં 25.10 ટકા રહ્યો હતો. જો કે, યુટિલિટી વ્હિકલ્સના વેચાણો 16.84 ટકા વધ્યા છે. સિઆમના આંકડાઓ અનુસાર, મારૂતિ સુઝુકીના વેચાણો ગત વર્ષે એપ્રિલમાં 1,35,879 યુનિટ કાર સામે આ વર્ષે 121995 યુનિટ કારના રહ્યા છે. સિઆમના ડિરેક્ટર જનરલ રાજેશ મેનને જણાવ્યું કે, એપ્રિલમાં વાહનોના વેચાણો સાધઆરણ ઘટ્યા છે. સપ્લાય પડકારો યથાવત છે. રેપો રેટમાં વૃદ્ધિની અસર ઓટો લોન પર જોવા મળી છે. પેસેન્જર વાહનો, થ્રી વ્હિલર્સ, ટુ વ્હિલર્સ સહિત કુલ 12,70,604 વાહનો વેચાયા છે. જે ગતવર્ષે 14,21,241 હતાં. વાહનોના વેચાણો સામાન્ય કરતાં ઘણા નીચા રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ, અન્ય જિયો પોલિટિકલ ક્રાઈસિસના લીધે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી સમક્ષ સપ્લાય, ઉત્પાદન ખર્ચ જેવા પડકારો યથાવત રહ્યા છે.
એપ્રિલમાં 1.27 લાખથી વધુ યુટિલિટી વાહનોનું વેચાણ
કેટેગરી | એપ્રિલ-21 | એપ્રિલ-22 | +/-% |
યુવી | 108,871 | 127,213 | +16.84 |
કાર | 141,194 | 112,857 | -20.06 |
ટુ વ્હિલર્સ | 995,115 | 1,148,696 | +13.37 |
થ્રી વ્હિલર્સ | 13,856 | 20,938 | +33.82 |