મુંબઇ, 18 નવેમ્બરઃ ટાટા ટ્રસ્ટ્સની સંલગ્ન સંસ્થા કલેક્ટિવ્સ ફોર ઇન્ટિગ્રેટેડ લાઇવલિહૂડ્સ ઇનિશિયેટિવ્સ (CInI)ને ‘ગ્લોબલ સાઉથમાં ભૂખમરો અને ગરીબી ઘટાડવા કૃષિ ક્ષેત્રને સક્ષમ બનાવવા’ બદલ પ્રતિષ્ઠિત 2023 એશડેન એવોર્ડ્ઝ એનાયત થયો છે. આ સાથે CInI સમારંભમાં પુરસ્કાર પ્રાપ્ત કરનાર ફક્ત આઠ સંસ્થાઓ પૈકીની એક બની છે, જેણે 14 નવેમ્બરના રોજ રૉયલ જીયોગ્રાફિકલ સોસાયટી, લંડનમાં સ્થાન મેળવ્યું હતું.  2023 એશડેન પુરસ્કારો માટે 240 સંસ્થાઓએ અરજી કરી હતી, જેણે છેલ્લાં બે દાયકાઓમાં આબોહવાનાં ક્ષેત્રમાં પથપ્રદર્શક કાર્ય કર્યું છે. CInI 17 અરજદાર સંસ્થાઓ પૈકીની એક હતી, જે ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં ફાઇનલમાં પહોંચી હતી. આ અગાઉ સંસ્થા કડક મૂલ્યાંકન અને આકારણી પ્રક્રિયામાંથી પસાર થઈ હતી, જેમાં ઓન-ધ-ગ્રાઉન્ડ મુલાકાતો અને ક્ષેત્રમાં નિષ્ણાતો પાસેથી જાણકારી મેળવવાની બાબતો સામેલ હતી.

કલેક્ટિવ્સ ફોર ઇન્ટિગ્રેટેડ લાઇવલિહૂડ્સ ઇનિશિયેટિવ્સ (CInI)ની સ્થાપના વર્ષ 2007માં ટાટા ટ્રસ્ટ્રસ સાથે ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા થઈ હતી, જેનો આશય મધ્ય ભારતમાં વિવિધ પહેલો હાથ ધરીને આ આદિવાસી પટ્ટામાં આદિવાસી સમુદાયોના જીવનને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. CinI આ સમુદાયો સાથે, ખાસ કરીને મહિલાઓ સાથે કૃષિ અને સંલગ્ન આજીવિકા, પુનઃપ્રાપ્ય ઊર્જા, શિક્ષણ, પીવાનું પાણી, સ્વચ્છતા અને હેલ્થકેરના ક્ષેત્રોમાં કામ કરે છે.

ટાટા ટ્રસ્ટ્સના સીઈઓ શ્રી સિદ્ધાર્થ શર્માએ કહ્યું હતું કે ટાટા ટ્રસ્ટ્સે વંચિત સમુદાયોના જીવનની ગુણવત્તા સુધારવા પોતાને સમર્પિત કરી દીધું છે. ગત દાયકામાં CInIએ આ પ્રયાસમાં પ્રદાન કરવામાં આવશ્યક ભૂમિકા ભજવી છે, શિક્ષણ, ઊર્જા સંરક્ષણ અને કુદરતી સંસાધનો સહિત આજીવિકાના તમામ પ્રકારનાં વિકાસમાં અનેક હસ્તક્ષેપો મારફતે સમુદાયોને નવજીવન આપ્યું છે. જોકે અંતિમ સફળતા ભારતમાં ચાર રાજ્યોમાં 100,000થી વધારે ખેડૂત પરિવારોના જીવનમાં જોઈ શકાશે, જેના જીવનની સંભવિતતા વધી છે અને CInIની પ્રતિબદ્ધતાનાં પરિણામે જીવનની શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવે છે.

CInIનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ગણેશન નીલમે કહ્યું હતું કે, CInI કાયમ માટે સકારાત્મક પરિવર્તન લાવવા માટે કટિબદ્ધ છે. સસ્ટેઇન પ્લસ પ્રોગ્રામ અને લખપતિ કિસાન પહેલ અંતર્ગત પ્રોડક્શન હબ મોડલ મારફતે દ્વિપાંખીય અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરીને CInI ભારતમાં આદિવાસી વિસ્તારોમાં આબોહવા સાથે સંબંધિત પડકારોનું સમાધાન કરવા અને આર્થિક સુરક્ષાને વેગ આપવા પ્રતિબદ્ધ છે.