દેશમાં ટોચની સરકારી બેંક, બેંક ઓફ ઇન્ડિયા (બીઓઆઈ)એ કમર્શિયલ વ્હિકલ લોન્સ માટે સહ-ધિરાણ કરવા વિજયવાડાની એનબીએફસી “મેસર્સ આઇકેએફ ફાઇનાન્સ લિમિટેડ” સાથે જોડાણ કર્યું છે. સહ-ધિરાણ માટેની વ્યવસ્થા અંતર્ગત વહેંચણી ગઈકાલથી શરૂ થઈ છે.

આરબીઆઈએ ધિરાણની સેવાથી વંચિત અને ઓછી સેવા ધરાવતા વર્ગને અનૌપચારિક ક્ષેત્રમાં ધિરાણનો પ્રવાહ વધારવા એનબીએફસીના પાયાના સ્તરની પહોંચનો ઉપયોગ કરવા સહ-ધિરાણની વિભાવના પ્રસ્તુત કરી છે. એટલે બીઓઆઈ એમએસએમઇ પોર્ટફોલિયો ઊભો કરવા એનબીએફસીની પહોંચનો ઉપયોગ કરશે.

ડિઝનીના કન્ઝ્યુમર પ્રોડક્ટ વ્યવસાય સાથે કેવેન્ટર એગ્રો ફૂડ પ્રોડક્ટ્સની રેન્જ પ્રસ્તુત

પશ્ચિમ બંગાળના કોલકાતામાં હેડક્વાર્ટર ધરાવતી અગ્રણી એફએમસીજી કંપની કેવેન્ટર એગ્રો લિમિટેડ ડિઝની ઇન્ડિયાના કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ વ્યવસાય સાથે જોડાણમાં ફૂડની રેન્જ પ્રસ્તુત કરવા સજ્જ છે. બાળકો અને પરિવારોને લક્ષિત બનાવતી આ ફૂડ પ્રોડેક્ટ્સની રેન્જ ડિઝની ડિલાઇટ્સ, માર્વલ એવેન્જર્સ ડિલાઇટ્સ અને માર્વલ સ્પાઇડર-મેન ડિલાઇટ્સ છે, જેમાં મિલ્કશેક, મિલ્ક અને ફ્રોઝન સેવરી સ્નેક્સ સામેલ છે. રેન્જમાં પ્રથમ થોડા ઉત્પાદનો આ મહિને બજારમાં આવશે, જેમાં ચોકલેટ મિલ્કશેક, સ્ટ્રોબેરી મિલ્કશેક અને પ્લેન મિલ્ક સામેલ હશે. આ પેક્સ ડિઝનીના લોકપ્રિય પાત્રો જેમ કે મિકી માઉસ, મિની માઉસ, ડિઝની પ્રિન્સેસ, ફ્રોઝન, ફેન-ફેવરિટ માર્વલ આયર્ન મેન, કેપ્ટન અમેરિકા, સ્પાઇડર-મેન વગેરે ધરાવશે. ફ્રોઝન સેવરી સ્નેક્સ સહિત અન્ય ઉત્પાદનો ચાલુ વર્ષે એપ્રિલમાં બજારમાં આવશે. કેવેન્ટર એગ્રોના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મયંક જાલને કહ્યું હતું કે, અમને ડિઝની ઇન્ડિયાના કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ વ્યવસાય સાથે જોડાણમાં બાળકો અને પરિવારજનો માટે પોષક ફૂડ પ્રોડક્ટ્સની રેન્જ પ્રસ્તુત કરવાની ખુશી છે. ડિઝનીના પાત્રો સાથે બાળકોનો અતિ લગાવ અને કેવેન્ટર એગ્રોના મજબૂત વિતરણ નેટવર્ક સાથે અમે ફૂડના મનોરંજક અને સ્વાદિષ્ટ વિકલ્પો પ્રસ્તુત કરવા આતુર છીએ. આ જોડાણના ભાગરૂપે કેવેન્ટર એગ્રો સમગ્ર ભારતમાંથી ફૂડ ઉત્પાદનો સોર્સ કરવા, ઉત્પાદન કરવા અને વિતરણ કરવા જવાબદાર રહેશે. ડિલાઇટ્સ રેન્જ તમામ જનરલ ટ્રેડ, આધુનિક ટ્રેડ અને ઇ-કોમર્સ પોર્ટલ્સ પર ઉપલબ્ધ થશે.

મુથૂટ ફાઇનાન્સે પૂર્વ ચેરમેન એમ જી જ્યોર્જ મુથૂટને

સાહિત્યિક શ્રદ્ધાંજલિ આપી

ભારતની સૌથી મોટી ગોલ્ડ લોન એનબીએફસી કંપની મુથૂટ ફાઇનાન્સે કેરળના કોચિનમાં બોલ્ગાટ્ટીમાં સ્થિત ગ્રાન્ડ હયાતમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમના પૂર્વ ચેરમેન એમજી જ્યોર્જ મુથૂટને શ્રદ્ધાંજલિ આપવા તેમના જીવનકવન પર આધારિત એક પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું. કોચિન ડાયોસીઝના બિશપ એચ જી ડો. યાકૂબ માર ઇરનિઓસે પુસ્તકનું વિમોચન કર્યું હતું અને પૂર્વ ચેરમેન એમ જી મુથૂટના પત્ની શ્રીમતી સારા જ્યોર્જને ભેટ આપી હતી. આ પ્રસંગે રાજકારણ, ધર્મ, કળા, ન્યાયતંત્ર, વ્યવસાય જેવા ક્ષેત્રોના વિવિધ મહાનુભાવો તેમજ મુથૂટ પરિવારના મિત્રો અને સભ્યો ઉપસ્થિત હતાં.

રાજ્યસભાના નાયબ નેતા અને લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને કેરળના આદરણીય રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યસભાના પૂર્વ નાયબ અધ્યક્ષ પી જે કુરિયન, એર્નાકુલમના સાંસદ હિબી એડન, કેરળ સરકારના કન્સલ્ટન્ટ જોઝ કુરિયન ઉપસ્થિત હતાં. ઉદ્યોગપતિઓમાં ફિક્કી સ્ટેટ કેરળ કાઉન્સિલના ચેરમેન દીપક એલ આસ્વાની, ફ્રૂટોમેન્સ કંપનીના ડિરેક્ટર જોઝ થોમસ, કોચિન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પૂર્વ ચેરમેન આનંદ મેનને કાર્યક્રમમાં વિશેષ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ફિલ્મ અભિનેતા, નિર્દેશક અને પટકથાલેખક બાલાચંદ્ર મેનને વિશેષ સંબોધન પણ કર્યું હતું.

એક્સિસ બેંકે ગ્રાહકો વચ્ચે સાયબર જાગૃતિ અને છેતરપિંડી સામે સુરક્ષાનો પ્રસાર કરવા ગુજરાત પોલીસ સાથે ભાગીદારી કરી

ભારતમાં ખાનગીક્ષેત્રની ત્રીજા ક્રમની સૌથી મોટી બેંક તથા સાયબર સિક્યુરિટીના મજબૂત હિમાયતી એક્સિસ બેંકે તાજેતરમાં ગુજરાત પોલીસ સાથેની ભાગીદારીમાં સાયબર જાગૃતિ અને છેતરપિંડી સામે સુરક્ષા અંગેની ડિજિટલ કેમ્પેઇન #InnChoroSeSawadhaan ફિલ્મ લોંચ કરી છે. આ કેમ્પેઇનનો હેતુ લોકોની સખત મહેનતની કમાણીને ડિજિટલી છેતરવા માટે છેતરપિંડી કરનારાઓ દ્વારા અપનાવાયેલી નવીનતમ મોડલ ઓપરેન્ડી વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવાનો છે.

આ લોંચ કાર્યક્રમમાં એક્સિસ બેંક અને ગુજરાત પોલીસ વિભાગના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાત પોલીસીનું પ્રતિનિધિત્વ કમીશનર ઓફ પોલીસી સંજય શ્રીવાસ્તવ (આઇપીએસ), જેપીસી (એડમીન અને હેડક્વાર્ટર) અજય ચૌધરી, ડીસીપી સાયબર ક્રાઇમ અમિત વસાવા તથા એક્સિસ બેંકનું પ્રતિનિધિત્વ ઇવીપી અને રિજનલ બ્રાન્ચ બેંકિંગ હેડ વેસ્ટ 2 લલિત ચોપરા, વીપી અને ક્લસ્ટર હેડ નીપા શાહ, વીપી અને બિઝનેસ હેડ સેલેરી વેસ્ટ 2 મિલી સિંઘલ તેમજ હર્ષ ઉપ્રેતી અને પ્રસન્ના રામદાસે કર્યું હતું.

આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં એક્સિસ બેંકના ચીફ માર્કેટિંગ ઓફિસર અનૂપ મનોહરે કહ્યું હતું કે, “એક્સિસ બેંક ખાતે અમે અમારા ગ્રાહકોની સુરક્ષા અને સલામતીને હંમેશા ટોચની પ્રાથમિકતા આપી છે. ગ્રાહક કસ્ટોડિયન તરીકે અમારું માનવું છે કે જાગૃતિ ફેલાવવી તેમજ તેઓ વિવિધ પ્રકારની ઓનલાઇન છેતરપિંડીથી પરિચિત હોય અને આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બનવા સામે વિવિધ ઉપાયોથી તેઓ અવગત હોય તે સુનિશ્ચિત કરવાની અમારી જવાબદારી છે. ગ્રાહકો વચ્ચે આ સંદેશાનો પ્રસાર કરવા ગુજરાત પોલીસ વિભાગ સાથે ભાગીદારી કરતાં અમે ઉત્સાહિત છીએ.”

INS- એસ્ટ્રાઝેનેકા ઇન્ડિયા વચ્ચે જોડાણ

આ વર્લ્ડ કિડની ડે (વિશ્વ કિડની દિવસ) પર દુનિયાભરમાં કિડનીના સ્વાસ્થ્યને સુધારવા કટિબદ્ધ ભારતમાં કિડની નેફ્રોલોજિસ્ટ્સની સૌથી મોટી વ્યવસાયિક સંસ્થા ઇન્ડિયન સોસાયટી ઓફ નેફ્રોલોજી (આઇએસએન) અને વિજ્ઞાન-આધારિત બાયોફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ કિડનીની સારવાર અને એની સાથે સંબંધિત સ્વાસ્થ્ય સંબંધિત બિમારીઓ વિશે જાગૃતિ લાવવા એકથી વધારે વર્ષનું જોડાણ કરવાની જાહેરાત કરી હતી. વળી બંને સંસ્થાઓ આ જોડાણ થકી વહેલાસર નિદાન, ત્વરિત સારવાર તથા જોખમ ધરાવતા દર્દીઓ માટે રાષ્ટ્રીય સ્તરે પરીક્ષણમાં તેમજ સામાન્ય જનતાને સમયસર નિદાન અને સર્વાંગી સારવારને પ્રોત્સાહન આપવા વિવિધ પહેલો હાથ ધરશે.

અત્યારે ક્રોનિક કિડની ડિસીઝ (સીકેડી) વિશ્વમાં બિમારી અને મૃત્યુદર માટેનું એક મુખ્ય કારણ છે. ભારતમાં સીકેડી માટેનું સૌથી સામાન્ય કારણ ડાયાબેટિક નેફ્રોપેથી છે. વિવિધ અભ્યાસોના અંદાજ મુજબ, ભારતમાં ડાયાલીસિસ પર કે ટ્રાન્સપ્લાન્ટેશનની રાહ જોતા એન્ડ સ્ટેજ કિડની ડિસીઝ (ઇએસકેડી)નું નિદાન થયેલા દર્દીઓની સંખ્યા દર વર્ષે 100,000થી વધારે છે. વળી એવો પણ અંદાજ છે કે, 10 દર્દીઓમાંથી 9 દર્દીઓને ખબર પણ ન હોય એવું બની શકે છે કે, તેઓ કિડનીની બિમારીથી પીડાય છે.

ચાલુ વર્ષની થીમ ‘કિડની હેલ્થ ફોર ઓલ’ અંતર્ગત એસ્ટ્રાઝેનેકા સાથે આઇએસએનનો ઉદ્દેશ કિડનીનું સ્વાસ્થ્ય સુધારવાની રીતો વિશે લોકોને મોટા પાયે જાગૃત કરવાનો અને જાણકારી આપવાનો છે. આ જોડાણના ભાગરૂપે આઇએસએનના માર્ગદર્શન હેઠળ એસ્ટ્રાઝેનેકા ‘પ્રોજેક્ટ સર્ચ’ની સુવિધા આપશે – જે કિડનીને નુકસાનનું ઊંચું જોખમ ધરાવતા ડાયાબેટિક કે હાયપરટેન્સિવ દર્દીઓમાં સીકેડીના વહેલાસર નિદાન માટે સામૂહિક પરીક્ષણ કાર્યક્રમ છે. આ અભિયાન દેશભરમાં વિવિધ સ્થળો પર એક મહિનાના ગાળામાં 2000થી વધારે ફિઝિશિયન ક્લિનિક્સ પર હાથ ધરવામાં આવશે અને 2.4 લાખ દર્દીઓ સુધી પહોંચવામાં આવશે એવી અપેક્ષા છે. સોસાયટીએ પર્યાપ્ત વૈજ્ઞાનિક ટેકો અને સહભાગી ફિઝિશિયન્સને માર્ગદર્શન પ્રદાન કરવા પ્રાદેશિક કોઓર્ડિનેટર્સ તરીકે દેશના ટોચના નેફ્રોલોજિસ્ટોને નિયુક્ત કર્યા છે.

આઇએસએન કલેક્ટ કરેલા ડેટાના વિશ્લેષણ પર તરફ દોરી જશે, જેનો ઉપયોગ પ્રેક્ટિસ બદલવા અને નીતિનિર્માતાઓને પ્રભાવિત કરવા માટે થઈ શકશે. સર ગંગારામ હોસ્પિટલ, નવી દિલ્હીમાં નેફ્રોલોજી વિભાગના ચેરમેન અને ઇન્ડિયન સોસાયટી ફોર નેફ્રોલોજીના પ્રેસિડન્ટ ડો. એ કે ભલ્લાએ કહ્યું હતું કે, “અમારા ગ્રૂપે તાજેતરમાં પ્રકાશિત કરેલા ઇન્ડિયા ક્રોનિક ડિસીઝના રજિસ્ટ્રી પરિણામો મુજબ, વર્ષ 2001-03 અને વર્ષ 2010-13 વચ્ચે કિડની ફેઇલ્યોરને કારણે મૃત્યુના પ્રમાણમાં 38 ટકાનો વધારો થયો છે. આ ચિંતાજનક આંકડા છે, જે જાગૃતિ, વહેલાસર ઓળખ અને રોગની સારવારમાં ગેપ હોવાનું દર્શાવે છે. ઇન્ડિયન સોસાયટી ઓફ નેફ્રોલોજી સામાન્ય લોકો વચ્ચે કિડની સાથે સંબંધિત રોગો વિશે જાગૃતિ વધારવા સતત કામ કરે છે તેમજ ટ્રેનિંગ અને નિદાન સપોર્ટ દ્વારા ફિઝિશિયન્સને ટેકો આપે છે. અમારું માનવું છે કે, એસ્ટ્રાઝેનેકા સાથે આ જોડાણ ભારતમાં કિડનીની શ્રેષ્ઠ સારવાર માટે અમારા પ્રયાસોને વધારશે.”