GMDCએ ગ્રાહકોનું MSME સ્ટેટસ આધારિત વર્ગીકરણ જાહેર કર્યું

 અમદાવાદ: દેશના સૌથી મોટા લિગ્નાઈટ વિક્રેતા અને અગ્રણી ખાણકામ PSU ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC)એ બિઝનેસ એકમોનું MSME સ્ટેટસના આધારે ગ્રાહક વર્ગીકરણની જાહેરાત કરી છે. અગાઉનું વર્ગીકરણ ગ્રાહકોની લિગ્નાઈટ લિફ્ટિંગ ક્ષમતા પર આધારિત હતું. જો કે, સુધારેલા ગ્રાહક વર્ગીકરણમાં નાણાકીય ક્ષમતાને ધ્યાનમાં લેવામાં આવશે. MSME સ્ટેટસ આધારિત વ્યવસાય એકમોના મેપિંગ માટે ગ્રાહકો પાસેથી તેમના “ઉદ્યમ આધાર” પ્રમાણપત્રો એકત્રિત કરવામાં આવ્યા છે. આનુષંગિક એકમો તરીકે MSMEs મોટા ઉદ્યોગો માટે પૂરક છે વળી આ ક્ષેત્ર દેશના સામાજિક-આર્થિક વિકાસમાં મોટો ફાળો આપે છે. નવું વર્ગીકરણ ભારતીય અર્થતંત્રના વિકાસને બળ આપવા માટે હાલની કિંમત શ્રેણીને યથાવત રાખી, સુક્ષ્મ ઉદ્યોગોને ડિસ્કાઉન્ટ આપી MSMEની વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં આગવું કદમ છે.

GMDCના મેનેજિંગ ડિરેક્ટર IAS રૂપવંત સિંઘે જણાવ્યું હતું કે, કાપડ, રસાયણ, સિરામિક્સ ક્ષેત્રના અમારા MSMEs ગ્રાહકોને મહત્ત્વ આપીએ છીએ.  વિશ્વાસ છે કે આ ગ્રાહક  વર્ગીકરણ ગ્રાહકોનો સંતુષ્ટ કરવામાં મદદ કરશે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન હાલમાં કચ્છ, દક્ષિણ ગુજરાત અને ભાવનગર પ્રદેશમાં પાંચ લિગ્નાઈટ ખાણો કાર્યરત છે. જી.એમ.ડી.સી. દેશમાં લિગ્નાઈટનું સૌથી મોટું વેપારી-વિક્રેતા છે.

વિનસ પાઇપ્સ BIS મંજૂરી મેળવનારી ભારતની સૌ પ્રથમ  કંપની બની

અમદાવાદઃ સ્ટેનલેસ પાઈપો અને ટ્યુબના ઉત્પાદન ક્ષેત્રે વ્યસ્ત વિનસ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ સ્ટેનલેસ સ્ટીલ સીમલેસ અને વેલ્ડેડ પાઈપો અને ટ્યુબ માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની મંજૂરી મેળવનારી પ્રથમ ભારતીય કંપની બની છે. આ ઓલ ઇન્ડીયા ફર્સ્ટ-AIF પરિપત્ર કંપનીની રાજકોટ શાખાને IS 17876: 2022 અને IS 17875: 2022 મુજબ એનાયત કરવામાં આવ્યો છે.

વિનસ પાઇપ્સના મેનેજિંગ ડિરેક્ટર અરુણ કોઠારીએ જણાવ્યું કે, કંપની ખાતે અમે ઉત્પાદનો માટે અમારી ઇન-હાઉસ ક્વોલિટિ કંટ્રોલ ટીમ સાથે ગુણવત્તા અને સુસંગતતાને અત્યંત પ્રાધાન્ય આપીએ છીએ અને આ મંજૂરી અમારા ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનો અને પાઇપ્સ અને ટ્યુબના ઉત્પાદન માટે અનુસરવામાં આવતી પ્રક્રિયાઓનો મજબૂત પુરાવો છે. વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ સ્ટેનલેસ સ્ટીલ પાઇપ અને ટ્યુબના ઉત્પાદક અને નિકાસકાર છે. કંપની બે વ્યાપક શ્રેણીઓમાં સ્ટેનલેસ સ્ટીલ ટ્યુબનું ઉત્પાદન કરી રહી છે – સીમલેસ ટ્યુબ/પાઈપ્સ અને વેલ્ડેડ ટ્યુબ/પાઈપ્સ કે જેના હેઠળ ઉત્પાદનોની પાંચ શ્રેણીઓનું ઉત્પાદન થાય છે, સ્ટેનલેસ સ્ટીલ હાઇ પ્રિસિઝન અને હીટ એક્સ્ચેન્જર ટ્યુબ, સ્ટેનલેસ સ્ટીલ હાઇડ્રોલિક અને ઇન્સ્ટ્રુમેન્ટેશન સ્ટીલ ટ્યુબ. સીમલેસ પાઈપો, સ્ટેનલેસ સ્ટીલ વેલ્ડેડ પાઈપો અને સ્ટેનલેસ સ્ટીલ બોક્સ પાઈપો. કંપની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેના ઉત્પાદનોનું વેચાણ કરે છે. વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ બ્રાઝિલ, યુકે, ઇઝરાયેલ અને યુરોપિયન યુનિયનના દેશો વગેરે સહિત ૨૧ દેશોમાં તેના ઉત્પાદનોની નિકાસ કરે છે.

નેસ્લે સેરેગ્રોએ પારંપરિક સામગ્રીઓથી પ્રેરિત સેરેગ્રો ગ્રેન સિલેકશન લોન્ચ કર્યું

અમદાવાદઃ નેસ્લે સેરેગ્રો દ્વારા નવી સબ બ્રાન્ડ સેરેગ્રો ગ્રેન સિલેકશનના લોન્ચ સાથે તેનો પોર્ટફોલિયો વિસ્તાર્યો છે.

લોન્ચ પર બોલતાં નેસ્લે ઈન્ડિયાના ન્યુટ્રિશન બિઝનેસના હેડ વિનીત સિંહે જણાવ્યું હતું કે, મિલેટ્સ ભારતમાં ફૂડ બાસ્કેટનનું મહત્ત્વપૂર્ણ ઘટક રહ્યું છે અને સેરેગ્રો ગ્રેન સિલેકશન આ પારંપરિક મિલેટ્સના મૂલ્યની પુનઃખોજ કરવા માટે મહત્ત્વપૂર્ણ છે. નવું સેરેગ્રો ગ્રેન સિલેકશન રાગી, મિશ્રિત ફળ અને ઘી ભારતમાં મુખ્ય રિટેઈલ અને ઓનલાઈન સ્ટોર્સમાં મળશે. પોષણ સમૃદ્ધ મિલેટ્સનો આદર કરવા અને જનજાગૃતિ વધારવા માટે 2023ને મિલેટ્સનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. 4000 વર્ષથી ઉગાડવામાં આવતાં રાગી જેવા મિલેટ્સ (ઉપરાંત નાચણી, મંડુઆ, કેપ્પાઈ તરીકે પણ ઓળખાય છે)ની વાવણી માટે ઓછા પાણીની આવશ્યકતા પડે છે અને સક્ષમ કૃષિ માટે તે ઉત્તમ છે.