NSE અને SGXએ પૂર્ણ કરી 22 વર્ષની પાર્ટનરશીપ

અમદાવાદઃ NIFTY50 માટે NSE અને SGX વચ્ચેની 22 વર્ષની ભાગીદારી નિમિત્તે સિંગાપોરના નાયબ વડાપ્રધાન લોરેન્સ વોંગે ગાંધીનગર ખાતે NSEની ઓફીસની મુલાકાત લીધી હતી અને SGXના ગ્રૂપ સીઇઓ લોહ બોન ચેયે એ NSEના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણને સમૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું.

TiEcon 2022: 23 અને 24 સપ્ટેમ્બરના રોજ યોજાશે

અમદાવાદ: ધ ઈન્ડસ આંત્રપ્રિનિયોર્સ (TiE) અમદાવાદના ફ્લેગશીપ વાર્ષિક કોન્ફરન્સ ‘ટાઈકોન (TiECON)2022` અમદાવાદમાં કોર્પોરેટ લિડર્સ, ઉદ્યોગસાહસિકો, શિક્ષણવિદ્દો, રોકાણકારો અને સ્ટાર્ટઅપ્સ તા.23 અને 24 સપ્ટેમ્બરના રોજ  યોજાનાર કોન્ફરન્સમાં એકત્રિત થશે. ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણમુર્થી મહેમાન તરીકે શુક્રવારે ખાસ ઉપસ્થિત રેહશે. આ કોન્ફરન્સમાં ભારતની એમએસએમઈ વ્યવસ્થામાં સીધુ યોગદાન આપનારા ઉદ્યોગ જગતના નિષ્ણાતો, યુનિકોર્ન્સ, એનેબલર્સ અને કેટાલીસ્ટસ તથા ઉભરતી ટેકનોલોજીસના અગ્રણીઓ અને કન્ટ્રી પાર્ટનર્સ હાજરી આપશે. આ સમારંભ એમએસએમઈ ક્ષેત્ર માટે નેટવર્કિંગ અને જ્ઞાનના આદાન-પ્રદાન માટેનું મોટું પ્લેટફોર્મ બની રહેશે. જેમાં સ્ટાર્ટઅપ્સ રોકાણકારો સમક્ષ રજૂઆત કરી શકશે. આ સમારંભથી 1000થી વધુ ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગોને સીધી હકારાત્મક અસર થશે. આ સમારંભના કેટલાક જાણીતા વક્તાઓમાં સીલીકોન વેલીના ચેર ઓફ ટાઈ ગ્લોબલ બોર્ડ- બીજે અરૂણ, નાસકોમ અને ટાઈ ઈન્ડિયાના સહસ્થાપક-હરીશ મહેતા અને ટાઈ ઈન્ડિયા એન્જલ્સના ચેર-મહાવીર પ્રતાપ શર્માનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લેન્ડીંગકાર્ટના હર્ષવર્ધન લુનિયા, ફાઉન્ડર વેન્ચર્સ કેટલીસ્ટના ડો અપૂર્વા શર્મા,  નેક્સસ વેન્ચર્સના આનંદ દત્તા, યુનિકોર્ન ઈન્ડિયા વેન્ચર્સના અનિલ જોષી તથા બ્લુમ વીસીના આશિષ ફાફડીયા નો સમાવેશ થાય છે.

એમજી મોટર દ્વારા એમજી સર્વિસ ઓન વ્હીલ્સ સાથે ઘેરબેઠા વાહન સમારકામ સેવા

ગુરુગ્રામ: એમજી મોટર ઈન્ડિયા દ્વારા ગ્રાહકો તેમના ઘેરબેઠા આરામથી કારનું સમારકામ અને જાળવણી સેવાઓ મેળવી શકે તે માટે એમજી સર્વિસ ઓન વ્હીલ્સ પહેલ રજૂ કરવામાં આવી છે. પ્રોગ્રામનું પાઈલટ વર્ઝન રાજકોટમાં રજૂ કરવામાં આવ્યું છે અને કંપની ભવિષ્યમા ભારતમાં અન્ય અપકન્ટ્રી બજારોને આવરી લેવાની યોજના ધરાવે છે. એમજી મોટર દ્વારા અગાઉ વિવિધ ગ્રાહકલક્ષી પહેલો રજૂ કરવામાં આવી હતી, જેમાં માય એમજી શિલ્ડ અને એમજીકેર@હોમનો સમાવેશ થાય છે. માય એમજી શિલ્ડ અઝોડ અને ઉદ્યોગ અવ્વલ કાર રક્ષણ અને સંભાળ કાર્યક્રમ છે, જ્યારે એમજી કેર @હોમ પહેલ 2021માં રજૂ કરાઈ હતી, જે ગ્રાહકોને તેમના ઘેરબેઠા સંપર્કરહિત સમારકામ અને સેનિટાઈઝેશન સેવાઓ પૂરી પાડવા માટે તૈયાર કરાઈ હતી. નવીન અને અજોડ સેવાઓના સન્માનમાં એમજી મોટરે જે.ડી. પાવર ઈન્ડિયા કસ્ટમર સર્વિસ ઈન્ડેક્સ (સીએસઆઈ) 2021 સ્ટડીમાં નંબર 1 રેન્કિંગ પ્રાપ્ત કર્યો હતો.

૨૦૫૦ સુધીમાં નેટ ઝીરો બનવા અદાણી ટ્રાન્સમિશન સજ્જ

અમદાવાદ: અદાણી ટ્રાન્સમિશન લિ.(ATL) એ વાતાવરણમાં કાર્બનનું પ્રદુષણ ધટાડવાની દીશામાં હાથ ધરેલા નક્કર પ્રયાસોના ભાગરુપે તેની ગ્રીન હાઉસ ગેસ (GHG)ના ઉત્સર્જન ઘટાડવાની યોજનાઓ અને નિર્ધારીત લક્ષ્યાંકો ગલોબલ વોર્મિંગને આવરી લેતી પહેલ કરનાર વિજ્ઞાન આધારિત લક્ષ્યાંક પહેલ (SBTi) ને સુપ્રત કર્યા છે. કંપનીએ એક વર્ષમાં SBTiને GHG ઉત્સર્જન ઘટાડવા માટે તેની વિગતવાર યોજના અને લક્ષ્યાંકો સુપ્રત કર્યા છે. અદાણી ટ્રાન્સમિશન લિ.એ ઓક્ટોબર ૨૦૨૧માં SBTi સમક્ષ તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ATL અત્યંત જરૂરી ક્લાયમેટના પગલાં સાથે તાલમેલ સાધી કાર્ય કરશે અને ગ્લોબલ વોર્મિંગને ૧.૫ °C સુધી મર્યાદિત રાખવાની વ્યૂહરચના ઘડી કાઢશે. SBTi સમક્ષ જાહેર કરેલી પ્રતિબદ્ધતા સાથે સંકળાયેલા આ લક્ષ્યોને પૂર્ણ કરવા માટે અદાણી ટ્રાન્સમિશન લિ. એ ચોક્કસ વ્યૂહરચના બહાર પાડી છે. દેશમાં આ પ્રકારની તેની પ્રથમ પહેલમાં ATLની પેટા કંપની અદાણી ઈલેક્ટ્રીસિટી મુંબઈ લિમિટેડ(AEML) એ ગ્રીન ટેરિફ પ્રસ્તુત કર્યા છે, જે AEMLના ગ્રાહકોને ગ્રીન એનર્જી પસંદ કરવા અને દર મહિને ગ્રીન પાવર સર્ટિફિકેટ મેળવવા સક્ષમ બનાવે છે.

લેન્ડ રોવરની નવી લિમિટેડ એડિશન ન્યુ ડીફેન્ડર લોન્ચ

અમદાવાદઃ 1948માં સિરીઝ I એમ્સ્ટરડેમ મોટર શોમાં રજૂ કરવામાં આવી હતી. લેન્ડ રોવર ડીફેન્ડર 75મી લિમીટેડ એડિશનની જન્મજયંતિની ઉજવણી કરી રહી છે. આ પ્રસંગે લેન્ડ રોવરની નવી લિમિટેડ એડિશન ન્યુ ડીફેન્ડર લોન્ચ કરવામાં આવી છે. 90 અથવા 110 બોડી ડિઝાઇનમાં ઉપલબ્ધ, ડિફેન્ડર 75મી લિમિટેડ એડિશનમાં વિશિષ્ટ વિગતો સાથે વિશિષ્ટ એક્સટેરિયર ડિઝાઇન થીમ છે, જે પૂરક વ્હીલ્સ અને ઇન્ટેરિયર ફિનીશ સાથે આઇકોનિક ગ્રાસ્મેયર ગ્રીન પેઇન્ટમાં ફિનીશીંગ ધરાવે છે. એક્સટેરિયર ફિનીશ પ્રથમ વખત ડિફેન્ડર લાઇન-અપ માટે ગ્રાસ્મેયર ગ્રીનનો પરિચય કરાવે છે – 75મી લિમિટેડ એડિશન માટે વિશિષ્ટ રીતે આરક્ષિત રંગ – 50.8 સેમી (20) એલોય વ્હીલ્સ સાથે ગ્રાસ્મેયર ગ્રીનમાં પણ મેચિંગ સેન્ટર કેપ્સ સાથે. બાહ્ય ઉન્નત્તિકરણોને પૂર્ણ કરવું એ અનન્ય 75વર્ષ ગ્રાફિક અને સેરેસ સિલ્વર બમ્પર છે. લાઇફસાઇકલના ચીફ એન્જિનિયર ડીફેન્ડર, સ્ટુઅર્ટ ફ્રિથના જણાવ્યા અનુસાર નવી લિમિટેડ એડિશન નવીન નવી ટેકનોલોજી જેમ કે હાઇબ્રિડ ઇલેક્ટ્રિક પાવર, કન્ફિગરેબલ ટેરેન રિસ્પોન્સ, સોફ્ટવેર ઓવર ધ એર અપડેટ્સ અને અજોડ ઓલ-ટેરેન ક્ષમતા સાથે ફ્યુઝ કરે છે. નવીન ટેક્નોલોજીમાં 3D સરાઉન્ડ કેમેરા, કન્ફિગરેબલ ટેરેન રિસ્પોન્સ, મેરિડિયન સાઉન્ડ સિસ્ટમ, મેટ્રિક્સ LED ફ્રન્ટ લાઇટિંગ, 28.95 સેમી (11.4) પીવી પ્રો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, હેડ-અપ ડિસ્પ્લે અને વાયરલેસ ડિવાઇસ ચાર્જરનો સમાવેશ થાય છે. પાવરટ્રેન પસંદગીઓમાં P400 અને D300 ઇન્જેનિયમ પેટ્રોલ અને ડીઝલ વિકલ્પો ઉપરાંત, પાવર ડિલિવરી અને ઇંધણની અર્થવ્યવસ્થાને ઑપ્ટિમાઇઝ કરવા માટે માઇલ્ડ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ (MHEV) ટેકનોલોજીનો ઉપયોગ કરીને 110 મોડલ્સ પર શક્તિશાળી અને કાર્યક્ષમ P400e પ્લગ-ઇન ઇલેક્ટ્રિક હાઇબ્રિડ (PHEV)નો સમાવેશ થાય છે.