CORPORATE/ BUSINESS NEWS
મહિન્દ્રા લોજિસ્ટિક્સ રિવિગોનો B2B એક્સપ્રેસ બિઝનેસ ખરીદશે
મુંબઇ: મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડે (MLL) રિવિગો સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ (RSPL)ના બીટુબી બિઝનેસની ખરીદી માટે સમજૂતિ કરી છે. સમજૂતિની શરતો પ્રમાણે મહિન્દ્રા લોજિસ્ટિક્સ બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ (BTA) દ્વારા એક્સપ્રેસ બિઝનેસ ખરીદશે, જેમાં RPSL’ના B2Bનાં ગ્રાહકો, ટીમ અને એસેટ્સનો, ટેકનોલોજી પ્લેટફોર્મ અને રિવિગો બ્રાન્ડનો સમાવેશ થાય છે. RPSL પાસે તેની ટ્રકનાં કાફલાની માલિકી અને ફુલ ટ્રક લોડ (FTL) ઓપરેશન્સ યથાવત રહેશે. આ એક્વિઝિશન દ્વારા રિવિગોનું નેટવર્ક, ટેકનોલોજી અને પ્રોસેસ ક્ષમતાને કારણે MLLનાં વર્તમાન એક્સપ્રેસ બિઝનેસને લાભ થશે. ગુડગાંવ સ્થિત રિવિગો દેશભરમાં B2B એક્સપ્રેસ નેટવર્ક ઓપરેટ કરે છે, જે મજબૂત ક્લાયન્ટ બેઝ અને ફુલ સર્વિસ ટેકનોલોજી ધરાવે છે. રિવિગોનું B2B એક્સપ્રેસ નેટવર્ક દેશભરમાં 19,000થી વધુ પિન-કોડ્સને આવરી લે છે. 1.5 મિલિયન સ્કવેર ફુટથી વધુ જગ્યા ધરાવતા તેનાં 250થી વધુ પ્રોસેસિંગ સેન્ટર અને બ્રાન્ચ હોવાનું મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડના એમડી અને સીઇઓ રામપ્રવીણ સ્વામિનાથને જણાવ્યું છે.
નાભા પાવર તમામ થર્મલ પાવર પ્લાન્ટ વચ્ચે ટોચના સ્થાને
રાજપુરા (પટિયાલા): લાર્સન એન્ડ ટૂબ્રો (L&T)ની માલિકીની અને એના દ્વારા સંચાલિત નાભા પાવર લિમિટેડ (NPL)એ હવે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિના દરમિયાન એની કાર્યકારી ક્ષમતાને આધારે દેશમાં તમામ થર્મલ પાવર પ્લાન્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (સીઇએ)એ જાહેર કરેલા આંકડા મુજબ, રાજપુરા થર્મલ પાવર પ્લાન્ટે એપ્રિલથી ઓગસ્ટ, 2022 દરમિયાન ભારતમાં તમામ થર્મલ પ્લાન્ટ વચ્ચે 93.42 ટકાના સૌથી વધુ પ્લાન્ટ લોડ ફેક્ટર (પીએલએફ) પર કામગીરી કરી હતી. આ જ ગાળા દરમિયાન રાષ્ટ્રીય સરેરાશ 65.26 ટકા હતી. એનપીએલ દ્વારા એની કામગીરીના ઇતિહાસમાં આ અત્યાર સુધીની શ્રેષ્ઠ કામગીરી છે. નાભા પાવરના ચીફ એક્ઝિક્યુટિવ એસ કે નારંગે કહ્યું કે પ્લાન્ટે લાયકાતની દ્રષ્ટિએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જેણે એને દેશમાં સૌથી વધુ પીએલએફ ધરાવતો પ્લાન્ટ બનાવ્યો છે.