• દેશના 550 કરોડના ફંડ સામે ગુજરાતની કંપનીઓ રૂ. 62.23 કરોડ એકત્ર કરશે

અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2022માં અત્યારસુધીમાં દેશભરમાંથી 68 SME IPO યોજાયા હતા. તે પૈકી 46 IPOમાં પોઝિટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે. એસએમઇ પ્લેટફોર્મમાં પણ તગડું રિટર્ન જોઇને રોકાણકારો SME IPO તરફ વળી રહ્યા છે. તેના પ્રતિબિંબ વચ્ચે સપ્ટેમ્બરમાં 28 SME કંપનીઓ IPO મારફત રૂ. 549.09 કરોડનું ફંડ એકત્ર કરવા જઈ રહી છે. જેમાં હાલ રૂ.95.80 કરોડના પાંચ IPO ખુલ્યા છે. બુધવારે વધુ 3 SME IPO રૂ. 52.71 કરોડ એકત્ર કરવા મેદાનમાં ઉતરશે. 29 સપ્ટેમ્બરે રૂ. 170.62 કરોડના 3 IPO યોજાશે.

સપ્ટેમ્બર માસ દરમિયાન ગુજરાતના છ SME IPO મારફત રૂ. 62.23 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે. Trident Lifeline સિવાયની તમામ 5 SME IPO હેઠળ ફંડ ઉઘરાવવામાં સફળ રહી છે. જો કે, ટ્રીડન્ટનો IPO હજી 29 સપ્ટેમ્બરે બંધ થશે. કાર્ગોટ્રેન્સ મેરિટાઈમ 27 સપ્ટેમ્બરે ખૂલ્યા બાદ પ્રથમ દિવસે જ બપોર સુધીમાં 1.36 ગણો ભરાયો હતો.

ગુજરાતના 6 SME IPO

SME IPOઈશ્યૂ સાઈઝકુલ સબ્સ્ક્રિપ્શન (X)
Cargotrans Maritime4.86 કરોડ1.36
Trident Lifeline35.34 કરોડ0.15
Mafia Trends3.60 કરોડ3.17
Tapi Fruit Processing5.21 કરોડ2.62
Sabar Flex India4.48 કરોડ85.47
Viviana Power8.80 કરોડ85.80

(સ્રોતઃ BSESME)

દેશભરમાં લિસ્ટેડ 68 SME IPOમાંથી 46માં પોઝિટીવ રિટર્ન

IPO માર્કેટમાં મોટાભાગના રોકાણકારો SME IPOથી દૂર રહેતાં હોય છે. જેની પાછળનું કારણ વર્ષોથી નાની-SME કંપનીઓ જાહેર ભરણાં મારફત ફંડ ઉઘરાવી ભાગી ગઈ હોવાની ઘટનાઓ છે. જો કે, આ વર્ષે લિસ્ટેડ SME IPOએ જંગી રિટર્ન આપતાં રિટેલ રોકાણકારની માનસિકતા બદલાઈ છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં લિસ્ટેડ 68 SME કંપનીઓમાંથી 46માં 20%થી 600% સુધી રિટર્ન જોવા મળ્યું છે.

રિટેલ પોર્શન ઓવરસબ્સ્ક્રાઈબ્ડ

અત્યારસુધી યોજાયેલા મોટાભાગના SME IPOમાં રિટેલ રોકાણકારોએ બહોળો પ્રતિસાદ જોવા મળ્યો છે. સપ્ટેમ્બરમાં યોજાયેલા SME IPOમાંથી માત્ર 4ને બાદ કરતાં તમામ 22 SME IPOમાં રિટેલ પોર્શન ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. અંદાજિત એવરેજ 39 ગણો ભરાયો હતો. જેને જોતાં લાગે છે કે, IPO ઈન્વેસ્ટર હવે SME IPO તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે.

– 18 IPOમાં 100થી 666% જંગી રિટર્ન

– 12 IPOમાં 50થી 100% રિટર્ન

– 5 IPOમાં 20થી 42% રિટર્ન

11 IPOમાં સિંગલથી 20% રિટર્ન

– 21 IPOમાં છૂટ્યું નેગેટિવ રિટર્ન

SME IPOમાં ઓછામાં ઓછું 1 લાખનું રોકાણ જરૂરી

સામાન્ય રીતે મેઈન બોર્ડના IPOમાં રિટેલ-નાનો રોકાણકાર લઘુત્તમ રૂ. 10000-15000ની એપ્લિકેશન કરી શકે છે. જ્યારે SME IPOમાં રોકાણ કરવા ઓછામાં ઓછું રૂ. 1 લાખનું રોકાણ જરૂરી છે. મેઈન બોર્ડમાં લિસ્ટેડ કંપનીઓની તુલનાએ SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ કંપનીઓના નીતિ-નિયમો હળવા હોય છે. જેઓ થોડા સમય બાદ સરળતાથી મેઈન બોર્ડમાં ટ્રાન્સફર થઈ શકે છે.

SME IPOમાં રોકાણ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું

SME IPOમાં રોકાણ કરી રિટેલ રોકાણ સારી એવી કમાણી કરી શકે છે. પરંતુ તેમાં ફંડામેન્ટલ્સ, પ્રમોટર ગ્રુપનુ ભૂત-ભવિષ્ય અને વર્તમાન તેમજ કંપનીની દેવાની સ્થિતિ ચકાસવી અત્યંત જરૂરી છે. ઝડપથી ઉભરતી તેમજ આગામી સમયમાં બિઝનેસ વિસ્તરણ સાથે મેઈન બોર્ડમાં ટ્રાન્સફર થવાની શક્યતા અને યોજના ધરાવતી SME કંપનીઓમાં લોંગ ટર્મ વ્યૂહ સાથે રોકાણ કરી શકાય.

ચાલુ કેલેન્ડર વર્ષના ટોપ-5 ગેનર્સ SME IPO

IPOઈશ્યૂ પ્રાઈઝબંધ (26-9-22)+%
Empyrean Cashews37271.35633.38
Jayant Infratech67373.35457.24
Rachana Infra135652.59383.63
Cool Caps38178368.42
Sailani Tours1566.35342.33

ટોપ લૂઝર્સ SME IPO

IPOઈશ્યૂ પ્રાઈઝબંધ (26-9-22)-%
Bhatia Colour Chem8044.4544.44
Global Longlife Hospital1407447.14
Evoq Remedies2715.5942.26
Naturo Indiabull3017.442
Fone4 Communications106.337