એમસીએક્સે “ધી કોમોડિટી ઇનસાઇટ્સ યરબુક 2022” પ્રસિદ્ધ કરી

મુંબઇ: એમસીએક્સ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (એમસીએક્સ આઈપીએફ) અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સિક્યુરિટીઝ માર્કેટ્સ (એનઆઈએસએમ) દ્વારા સંયુક્ત વાર્ષિક પ્રકાશન એવુ ‘ધી કોમોડિટી ઇનસાઇટ્સ યરબુક 2022’ પુસ્તક રજૂ કરવામાં આવ્યુ છે, જેનો હેતુ કોમોડિટી ડેરિવેટીવ્ઝ માર્કેટ અને સબંધિત પ્રોડક્ટ્સ વિશે વિવિધ હિસ્સાધારકોમાં સતર્કતા અને જાણકારી વધારવાનો છે.
યરબુકની આ આવૃત્તિ એક સેમગમેન્ટ તરીકે ‘એનર્જી’ પર ભાર મુકે છે અને તેમાં ઉભરતા પ્રવાહ વિભાગમાં આ સેગમેન્ટને સંબંધિત વિવિધ તત્ત્વો પર ઊંડા દ્રષ્ટિકોણવાળા લેખો સમવવામાં આવ્યા છે. એનર્જી કોમોડિટીઓની આસપાસના મુદ્દાઓ અને સંભવિતતાઓ હંમેશા ઊંચી રુચિવાળી રહી છે અને તેણે કોવિડ અને કોવિડ પછીના સમયગાળામાં ભારે અગત્યતા પ્રાપ્ત કરી છે.
એનર્જી માર્કેટ્સને આ માર્કેટસમાં ભારે અનિશ્ચિતતા લાવતી ફક્ત ભૌગોલિકરાજકીય ઘટનાઓની અગત્યતાને સમજીને સારી રીતે જાણવાની જરૂર છે એટલુ જ નહી પરંતુ અસંખ્ય મુદ્દાઓ કે જે આગામી દિવસોમાં અગત્યના બનનાર છે જેમ કે ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિસિટી ડેરીવેટિવ્ઝ, ઇલેક્ટ્રિક વ્હિકલ્સ વગેરેની આસપાસના મુદ્દાને સમજવા માટે પણ જરૂરી છે.
કોમોડિટી માર્કેટ વિસ્તૃત અને વિકસ્યુ હોવાથી, કોમોડિટી મૂલ્ય શ્રૃંખલામાં રહેલા માર્કેટ ખેલાડીઓ અને હિસ્સાધારકોમાં સતર્કતાનું સ્તર વધારવુ આવશ્યક છે. ઉપરાંત શૈક્ષણિક સમુદાયમાં સંસોધન રુચિ જગાવવા માટે પણ આવશ્યક છે જેથી કોમોડિટી માર્કેટ્સને લગતી નવી જાણકારી શોધી શકાય અને સર્જન કરી શકાય.
આ રજૂઆત વેળાએ એમસીએક્સના એમડી અને સીઇઓ પી.એસ. રેડ્ડીએ જણાવ્યું હતુ કે, કોમોડિટી ઇનસાઇટ્સ યરબુક એ કમાણીયુક્ત પ્રયાસ છે જે ડેટા અને લેખોની દ્રષ્ટિએ એક ઉપયોગી સારની ગરજ પૂરી પાડે છે. અમારા હિસ્સા ધારકો અને શિક્ષણવિંદો યરબુકને સહાયક અને સંબંધિત હોવાનું અનુભવશે તેની મને ખાતરી છે, અને ભારતમાં કોમોડિટીઝ ડેરિવેટીવ્ઝ માર્કેટ્સ પરની માહિતી માટે એક માપદંડ સ્ત્રોત બની રહેશે તેવી આશા છે.

એસોચેમના ઉપક્રમે “ડિજિટલ ટ્રાન્સફોર્મેશન – કી ટૂ MSME ગ્રોથ” MSME કોન્ક્લેવનું આયોજન

અમદાવાદઃ એસોચેમ ગુજરાત દ્વારા 18મી ઓક્ટોબરે અમદાવાદ ખાતે “ડિજિટલ ટ્રાન્સફોર્મેશન – કી ટૂ MSME ગ્રોથ” થીમ સાથે ગુજરાત MSME કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન MSME સેક્ટરને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવામાં કેવી રીતે મદદ કરી શકે તેની વિગતવાર માહિતી સરકારી સત્તાવાળાઓ, બેંકો અને સફળ ઉદ્યોગસાહસિકો દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આ કોન્ક્લેવમાં 200 નાના, મધ્યમ અને મોટા વેપારીઓએ ભાગ લીધો હતો.
એસોચેમ ગુજરાત કાઉન્સિલના કો-ચેરમેન જૈમિન શાહે જણાવ્યું હતું કે હવે આ ડિજિટલ યુગ ચાલી રહ્યો છે, આપણે તેનો આપણા વ્યવસાયમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ તે જાણવું જરૂરી છે. કોરોના જેવી મહામારી પછી રોજિંદા જીવનમાં ITને આગવું સ્થાન આપ્યું છે. ગુજરાતમાં 3000 અને વધુ IT SME કંપનીઓ અને GESIA અને NASSCOM CoE જેવી સંસ્થાઓ કેવી રીતે મદદ કરી શકે છે તે અંગે તેમણે માહિતી આપી હતી.
હર્ષ એન્જીનીયર્સ ઈન્ટલ લિમિટેડના ચેરમેન રાજેન્દ્ર શાહે નાના એકમોમાંથી મોટા એકમો બનાવવા માટે કેવા પ્રકારનું વિઝન અપનાવવું જોઈએ તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. SIDBI ના ડેપ્યુટી જનરલ મેનેજર અનીશા પાલે MSMEs માટે ARISE, STHAPAN યોજનાઓ અને UBHARTE SITARE વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ગ્રેસ રેજી, ડેપ્યુટી મેનેજર NSIC ગુજરાત, એ જણાવ્યું હતું કે, સસ્તા દરે કાચા માલ જેવી ઉદ્યોગની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડીને, લાંબા ગાળાની ક્રેડિટ પર પણ, NSICનું બેન્કો સાથે જોડાણ પણ ઉદ્યોગનો દસ્તાવેજીકરણ પ્રક્રિયા માટેનો સમય બચાવે છે. આ ઉપરાંત, તેમણે ડિજિટલ પ્લેટફોર્મ MSME શોપિંગ અને MSME mart, myamsme.gov.in વિશે પણ વાત કરી અને કહ્યું કે NSIC MSME માટે 360-ડિગ્રી સપોર્ટ પ્રદાન કરે છે.