CORPORATE/ BUSINESS NEWS
પદમજી પેપર પ્રોડક્ટ્સનો છ માસિક નફો 57 ટકા વધ્યો
મુંબઇઃ પદમજી પેપર પ્રોડક્ટ્સ લિ.એ સપ્ટેમ્બર-22ના અંતે પુરાં થયેલા છ માસ માટે ચોખ્ખો નફો 57 ટકા વૃદ્ધિ સાથે રૂ. 48.09 કરોડ (રૂ. 30.70 કરોડ) નોંધાવ્યો છે. કંપનીનું ટર્નઓવર 44 ટકા વધી રૂ. 55.99 કરોડ (રૂ. 38.83 કરોડ) થયું છે. કંપનીએ આ ગાળા દરમિયાન 30786 MT પેપરનું ઉત્પાદન કર્યું હતું. જે આગલાં વર્ષના તેટલાંજ ગાળા દરમિયાન 23453 MTનું રહ્યું હતું. કંપનીનો EBIDTA 44 ટકા વધી રૂ. 55.99 કરોડ (રૂ. 38.83 કરોડ) નોંધાયો છે.
કંપનીનું પેપર ડિવિઝન 86 ટકા ક્ષમતા વપરાશ સાથે કામ કરે છે. કંપની વિવિધ પ્રકારના સ્પેશિયાલિટી પેપર્સનું ઉત્પાદન કરે છે. જેનો ઉપયોગ પેકેજિંગ મટિરિયલ, વિવિધ ફુડ પ્રોડક્ટ્સ, ફાર્મા અને અન્ય ઉત્પાદનોમાં થાય છે.