Bajaj Allianz Life Insuranceની છ પ્રાદેશિક ભાષાઓમાં વેબસાઇટ લોન્ચ

ભારતની અગ્રણી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ આલિઆન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સે છ પ્રાદેશિક ભાષાઓમાં એની અધિકૃત વેબસાઇટ શરૂ કરી હતી. તમામ માટે જીવન વીમાને સરળ બનાવવાના તેમજ વીમાની જાગૃતિ લાવવાના વિઝન સાથે આ પહેલ હાથ ધરી છે. ગ્રાહકો હવે જીવન વીમાના ફાયદા તથા કંપનીના ઉત્પાદનો અને સેવાઓની હિંદી, મરાઠી, તમિલ, કન્નડ, બંગાળી અને મલયાલમ ભાષાઓમાં જાણકારી મેળવી શકશે.

Moglixએ પોર્ટફોલિયો વિસ્તરિત કરતાં ADI&#39 હસ્તગત કરી

દેશની બી2બી ઈ-કોમર્સ અને ડિજિટલ સપ્લાય ચેઈન સોલ્યુશન્સ Moglixએ ADI's હસ્તગત કરી સર્વેલન્સ અને સિક્યુરિટી પ્રોડક્ટ્સ માટે દેશનું ટોચનું મલ્ટીબ્રાન્ડ પ્લેટફોર્મ બન્યું છે. ADI's એ સિક્યુરિટી, એવી, લો-વોલ્ટેજ પ્રોડક્ટ્સ સહિત રેસિડિયો ટેક્નોલોજીસનું ગ્લોબલ હોલસેલર છે. એક્વિઝિશન સાથે મોગ્લિક્સ એડીઆઈની તમામ ઓફરિંગ, સેલ્સ પાર્ટનરશિપ, સંપત્તિ, અને કર્મચારીઓને એકીકૃત કરશે.

વોલ્ટાસે સમાજના કલ્યાણ માટે ગૂંજ સાથે જોડાણ કર્યું

તાતા હાઉસની દેશની નંબર 1 એસી બ્રાન્ડ વોલ્ટાસ લિમિટેડએ તહેવારની આ સિઝનમાં ખુશીઓ અને આનંદ લાવવા અગ્રણી સેવાભાવી સંસ્થા ગૂંજ સાથે જોડાણ કર્યું છે. વોલ્ટાસે તેના કર્મચારીઓને મિત્રો અને પરિવારજનો સાથે પહેલમાં સહભાગી થવા પ્રોત્સાહન આપ્યું છે. વોલ્ટાસના કર્મચારીઓ અને તેમના સામાજિક વર્તુળો એકમંચ પર આવશે તથા વસ્ત્રો, શૂ, સ્ટેશનરી, પુસ્તકો, વાસણો કે પાત્રો વગેરે જેવી પ્રી-લવ્ડ/પ્રી-કેર્ડ ચીજવસ્તુઓ ગૂંજને આપશે, જે એનું વિતરણ શહેરી અને ગ્રામીણ સમુદાયોમાં જરૂરિયાતમંદોમાં કરશે. આ કલેક્શન અભિયાન 10 ઓક્ટોબરથી શરૂ થશે અને 20 ઓક્ટોબર, 2022ના રોજ પૂર્ણ થશે. આ પહેલ મુંબઈથી શરૂ થશે, જે આ કામગીરી માટે મુખ્ય કલેક્શન સેન્ટર તરીકે કામ કરશે.

ઇ-કોમર્સનાં લોકશાહીકરણ માટે સ્પાઇસ મનીએ ONDC સાથે જોડાણ કર્યું

ભારતની અગ્રણી ગ્રામીણ ફાઇનાન્સિયલ ટેકનોલોજી કંપની સ્પાઈસ મની એક માત્ર એવી રૂરલ ફિનટેક કંપની અને ચાર બાયર-સાઇડ એપ્સમાંની એક છે જે ભારત સરકારનું પીઠબળ ધરાવતી ONDC (ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ) સાથે જોડાણ કરી કામગીરી કરી રહી છે, જેનું લાઇવ બીટા ટેસ્ટીંગ બેંગલુરુ અર્બન ડિસ્ટ્રીક્ટમાં થયું છે. આનાથી સ્પાઇસ મનીને અધિકારીઓને પોતાનાં સ્થાનિક વિસ્તારો પૂરતાં મર્યાદિત રહેવાને બદલે નાના વેપારી સ્ટોર્સ સુધી પહોંચવામાં મદદ મળશે.

ONDC શું છે: 31 ડિસેમ્બર, 2021નાં રોજ સ્થપાયેલી ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) સેક્શન 8 કંપની છે. ડિજિટલ કોમર્સમાં ક્રાંતિ લાવવા, ભારતમાં રિટેલ ઇ-કોમર્સનાં પ્રસાર પર ભાર મૂકવા સમાધાનકારી મોડલ રચવાનાં હેતુથી ભારત સરકાર (DPIIT)ની પહેલ છે.

ONDC એ એપ્લિકેશન, પ્લેટફોર્મ, ઇન્ટરમિડિયરી કે સોફ્ટવેર નથી પણ ઓપન, અનબન્ડલ્ડ અને ઇન્ટરઓપરેબલ ઓપન નેટવર્ક્સ સ્થાપવા સ્પેસિફિકેશન્સનું જૂથ છે, જેનાં કારણે સિંગલ પ્લેટફોર્મ પર આધાર રાખવો પડતો નથી.