HDFCનો ચોખ્ખો નફો 18 ટકા વધી રૂ. 4454 કરોડ નોંધાયો

HDFCએ સપ્ટેમ્બર-22ના અંતે પૂરાં થયેલા બીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 18 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4454 કરોડ નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો પરણ 23 ટકા વધી રૂ. 15027.20 કરોડ થઇ છે. કંપનીની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 13 ટકા વધી રૂ. 4639 કરોડ થઇ છે. જ્યારે તેનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 3.4 ટકા નોંધાયું છે.

કંપનીની એયુએમ રૂ. 5.9 લાખ કરોડથી વધી રૂ. 6.9 લાખ કરોડની થઇ છે. વ્યક્તિગત લોનનો હિસ્સો એયુએમમાં 81 ટકા રહ્યો છે. તે જોતાં વ્યક્તિગત લોન બૂકનો ગ્રોથ 20 ટકા રહ્યો છે.

આ ગાળા દરમિયાન એચડીએફસીએ રૂ. 9145 કરોડની લોન એચડીએફસી બેન્કને આપી હતી. જે આગલાં વર્ષના તેટલાંજ ગાળાના રૂ. 7132 કરોડથી વધુ છે.

ગ્રોસ એનપીએ 1.59 ટકા નોંધાઇ

કંપનીની ગ્રોસ એનપીએ રૂ. 9355 કરોડ એટલેકે કુલ લોન ફાળવણીના 1.59 ટચકા દર્શાવે છે.

રેમન્ડનો ચોખ્ખો નફો 198 ટકા વધી રૂ. 159 કરોડ

રેમન્ડનો ચોખ્ખો નફો 198 ટકા વધી રૂ. 159 કરોડ (રૂ. 53 કરોડ) થયો છે. કંપનીની ચોખ્ખી આવકો 38 ટકા વધી રેકોર્ડ રૂ. 2191 કરોડ (રૂ. 1583 કરોડ) થઇ છે. કંપનીનું EBITDA માર્જિન 16.3 ટકા (રૂ. 358 કરોડ) રહ્યું છે. જે છેલ્લા દસ વર્ષનું સૌથી વધુ હોવાનું કંપનીએ જણાવ્યું છે.

બેન્ક ઓફ ઇન્ડિયાનો ચોખ્ખો નફો 71 ટકા વધી રૂ. 960 કરોડ

બેન્ક ઓફ ઇન્ડિયાનો ચોખ્ખો નફો 71 ટકા વધી રૂ. 960 કરોડ બેન્ક ઓફ ઇન્ડિયાનો ચોખ્ખો નફો આગલાં ત્રિમાસિકની સરખામણીમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 71 ટકા વધી રૂ. 960 કરોડ થયો છે. નેટ ઇન્ટરેસ્ટ આવક 44 ટકા વધી રૂ. 5083 કરોડ નોંધાવા સાથે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 3.04 ટકા રહ્યું છે. બેન્કની ગ્રોસ એનપીએ 7.21 ટકા અને નેટ એનપીએ 1.92 ટકા રહી છે.