અમદાવાદઃ એરપોર્ટ સર્વિસ એગ્રીગેટર ડ્રીમફોક્સ સર્વિસિસ (Dreamfolks Services)ના આઈપીઓમાં આજે એલોટમેન્ટની જાહેરાત કરાઇ છે. કંપનીએ શેરદીઠ રૂ. 326ની ઈશ્યૂ પ્રાઈઝ સાથે રૂ. 562.10 કરોડનું ફંડ મેળવ્યું છે. ગ્રે માર્કેટમાં રૂ. 105- 106 આસપાસ બિનસત્તાવાર પ્રિમિયમ ચાલી રહ્યું હોવાનું બજાર પંડિતો જણાવી રહ્યા છે. તેમના મતે શેર 430- 250 વચ્ચે લિસ્ટ થઈ શકે છે. જે રૂ. 326ની ઈશ્યૂ પ્રાઈસ કરતાં 32.50 ટકા પ્રિમિયમ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે આઇપીઓ શરૂ થયો ત્યારે બિનસત્તાવાર પ્રિમિયમ રૂ. 80 આસપાસ બોલાતું હતું. IPOમાં સબ્સ્ક્રાઇબ કર્યો હોય, તો શેર એલોટમેન્ટની સ્થિતિ ચકાસવા લેપટોપ અથવા મોબાઇલના બ્રાઉઝરમાં URL linkintime.co.in/MIPO/Ipoallotment.html ટાઇપ કરો, ડ્રોપડાઉન લિસ્ટમાંથી DreamFolks સર્વિસિઝ IPO પસંદ કરો, PAN નંબર દાખલ કરો સર્ચ વિકલ્પ પર ક્લિક કરો. BSE પર Dreamfox IPO એલોટમેન્ટ જાણવા મોબાઈલ અથવા લેપટોપના બ્રાઉઝરમાં bseindia.com/investors/appli_check.aspx ખોલો. ડ્રોપડાઉન લિસ્ટમાંથી DreamFolks સર્વિસિઝ IPO પસંદ કરો, DreamFolks IPOનો એપ્લિકેશન નંબર દાખલ કરો, PAN વિગતો દાખલ કરો, I am not a Robot પર ક્લિક કરો અને સબમિટ પર ક્લિક કરો.
આઈપીઓ 57 ગણો ભરાયો હતો. આઇપીઓ 56.68 ગણો ભરાયો હતો. તે પૈકી રિટેલ પોર્શન 43.66 ગણો, એનઆઈઆઈ 37.66 ગણો અને ક્યુઆઈબી 70.53 ગણો ભરાયો હતો.