અમદાવાદઃ તામિલનાડ મર્કન્ટાઇલ બેન્ક 1.58 કરોડ ફ્રેશ શેર્સના આઇપીઓ સાથે તા. 5 સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. શેરદીઠ રૂ. 500-525ની ઇશ્યૂ પ્રાઇસ સાથે અપરબેન્ડ ઉપર બેન્ક રૂ. 831.60 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે. આઇપીઓના લીડ મેનેજર્સ Axis Capital, Motilal Oswal અને SBI Capital Markets છે. એન્કર બુક બિલ્ડિંગ તા. 2 સપ્ટેમ્બરે શરૂ થશે અને તા. 14 સપ્ટેમ્બરના રોજ શેર્સ એલોટ થવા સાથે તા. 15 સપ્ટેમ્બરે લિસ્ટિંગ કરાવવામાં આવશે.

બેન્ક વિશેઃ

આઝાદી પૂર્વે 1921માં સ્થપાયેલી, તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક (TMB) એ ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી જૂની બેંકોમાંની એક છે. તે છૂટક ગ્રાહકો, સૂક્ષ્મ, નાના અને મધ્યમ સાહસો (MSME)ને બેંકિંગ અને નાણાકીય સેવાઓની શ્રેણી ઓફર કરે છે. TMB પાસે રિટેલ ગ્રાહકો, કૃષિ ગ્રાહકો અને MSME સહિત વૈવિધ્યસભર ગ્રાહક આધારમાંથી એડવાન્સિસ અને ડિપોઝિટનો મજબૂત પોર્ટફોલિયો છે.

નેટવર્ક અને ગ્રાહક આધારઃ

31 માર્ચ, 2022 સુધીમાં, બેંક પાસે 509 શાખાઓનું મજબૂત શાખા નેટવર્ક અને કુલ ગ્રાહક આધાર 5.08 મિલિયન છે. TMB 369 શાખાઓ સાથે તમિલનાડુ રાજ્યમાં નોંધપાત્ર બજારમાં હાજરી ધરાવે છે, અને તે ભારતના 15 અન્ય રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ હાજર છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરબીઆઇની ગાઇડલાઇન્સ અનુસાર જો બેન્કે તેનું નેટવર્ક વિસ્તારવું હોય તો લિસ્ટિંગ નોર્મ્સનું પાલન કરવું પડે તે હેતુથી પણ બેન્ક આઇપીઓ લઇને આવી રહી છે.

શા માટે આઇપીઓની પસંદગી કરશોઃ

ખાનગી બેન્કિંગ સેક્ટર સાથે સંકળાયેલી અન્ય હરીફ બેન્કો સાથેની નાણાકીય સ્થિતિની સરખામણી પણ સૂચવે છે કે, રોકાણકારોએ મધ્યમથી લાંબાગાળાના મૂડીરોકાણને ધ્યાનમાં રાખીને આઇપીઓમાં અરજી કરવી જોઇએ. લિડિંગ બ્રોકર્સ અને એનાલિસ્ટ્સ પણ કરે છે  આઇપીઓમાં એપ્લિકેશનની ભલામણ.

બેન્કના ક્વોલિટી ફેક્ટર્સ

  • લોયલ કસ્ટમર બેઝ અને સતત સુધરી રહેલું સર્વિસિંગ ફ્રેમવર્ક
  • તામિલનાડુ ઉપરાંત અન્ય પ્રદેશોમાં પણ બેન્કની મજબૂત હાજરી
  • લો કોસ્ટ રિટેઇલ કાસા ઉપર ફોકસ સાથે સતત વધતો ડિપોઝિટ બેઝ
  • સ્ટ્રોંગ એસેટ ક્વોલિટી ઉપરાંત સાઉન્ડ રિસ્કમેનેજમેન્ટ પોલિસી
  • EPS માર્ચ-20માં રૂ.28.61, માર્ચ-21માં રૂ.42.34, માર્ચ-22માં રૂ.57.67
  •  RoNW માર્ચ-20માં 15.40, માર્ચ-21માં 13.17, માર્ચ-22માં 15.40
  • NAV માર્ચ-22ની સ્થિતિ અનુસાર શેરદીઠ રૂ. 374.41ની સંગીન સ્થિતિએ

ઇશ્યૂ એટ એ ગ્લાન્સ

ઓફર શેર્સ15840000
ઇશ્યૂ ખૂલશેSep 5, 2022
ઇશ્યૂ બંધ થશેSep 7, 2022
ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ₹500 – ₹525
ફેસ વેલ્યૂ₹10
આઇપીઓ સાઇઝ₹792.00 – 831.60 Cr
લિસ્ટિંગBSE, NSE
લોટ સાઇઝ28 શેર્સ

તામિલનાડ બેન્કની નાણાકીય કામગીરી એક નજરે (આંકડા રૂ. કરોડમાં)

પિરિયડકુલ એસેટ્સરેવન્યુચો. નફો
31-Mar-2042758.83992.53464.89
31-Mar-2147527.174253.4654.04
31-Mar-2252858.494656.44901.9

માર્ચ-22ની સ્થિતિ અનુસાર કેપિટલ એન્ડ લાયાબિલિટિઝ

કેપિટલ142.50
રિઝર્વ્સ5193.20
ડિપોઝિટ્સ44933.11
અન્ય જવાબદારીઓ2589.67

એસેટ્સ

કેશ અને બેલેન્સ (આરબીઆઇ પાસે)2113.11
બેન્ક્સ પાસે બેલેન્સ/મની એટ કોલ1738.89
ઇન્વેસ્ટમેન્ટ13035.46
એડવાન્સિસ33491.54
ફિક્સ્ડ એસેટ્સ210.83
અન્ય એસેટ્સ2268.64

ઇન્ડસ્ટ્રી PEERS સાથે તામિલનાડ બેન્કની સરખામણી

બેન્કરેવન્યુ (રૂ.કરોડ)ફેસ વેલ્યૂ(રૂ.)RoNW(%)NAV (રૂ.)
તામિલનાડ4656.4310.0015.40374.41
સિટી યુનિયન4863.861.0011.5489.05
સીએસબી બેન્ક2285.1110.0017.29152.78
ડીસીબી બેન્ક3964.8010.007.10130.15
ફેડરલ બેન્ક16502.462.0010.2191.58
કરૂર વૈશ્ય6356.732.008.8694.95
કર્ણાટકા બેન્ક71775.5410.007.16227.98
આરબીએલ બેન્ક10796.310.00(1.33)209.01
સાઉથ ઇ. બેન્ક7620.431.000.7727.97

અન્ય લિસ્ટેડ બેન્ક શેર્સની આઇપીઓ સામે હાલની સ્થિતિ

બેન્કઇશ્યૂ પ્રાઇસછેલ્લો (1-9-22)
તામિલનાડ500- 525બાકી
સીએસબી બેન્ક195210.50
ડીસીબી બેન્ક2694.15
ફેડરલ બેન્ક80118.70
આરબીએલ બેન્ક225122.20
સાઉથ ઇ. બેન્ક66.008.23

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)