અમદાવાદ

દેશની ચોથી ઈલેક્ટ્રોનિક્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ રિટેલર ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયાએ આજે બીએસઈ ખાતે 51.53 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. રોકાણકારને ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 59 સામે શેરદીઠ રૂ. 30.40નો પ્રોફિટ થયો છે. અર્થાત એપ્લિકેશન દીઠ રૂ. 7722નો નફો મળ્યો છે.ઉલ્લેખનીય છે કે, ગ્રે માર્કેટ પણ રૂ. 30 પ્રિમિયમ બોલાઈ રહ્યા હતા.

કંપની આઈપીઓ મારફત રૂ. 500 કરોડ એકત્ર કરવામાં સફળ રહી હતી. જે 71.93 ગણો ભરાયો હતો. માર્કેટમાં તે 50થી 60 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થવાના અહેવાલો સાચા ઠર્યા છે. ભારતીય શેરબજારોમાં તે અત્યારસુધીમાં 91ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. એનએસઈ ખાતે રૂ. 90એ ખૂલ્યા બાદ 91ની ટોચ પહોંચી હાલ 10.44 વાગ્યે 85 પર ટ્રેડેડ હતો. બોટમ 83.30 રહી હતી.

1980માં સ્થાપિત કંપની ભારતની ચોથી સૌથી મોટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ રિટેલર છે. દક્ષિણ ભારતમાં અને ખાસ કરીને તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં કંપનીની સ્થિતિ ઘણી મજબૂત છે. માર્કેટ લોટ 254 શેર્સનો હતો. દક્ષિણ ભારતમાં ટોચની કન્ઝ્યુમર ડ્યુરેબલ રિટેલર્સ ઈએમઆઈ આઈપીઓ અંતર્ગત એકત્રિત ફંડનો ઉપયોગ નવા સ્ટોર્સ અને વેરહાઉસના વિસ્તરણ માટે તેમજ કાર્યકારી મૂડી અને બાકી દેવાની ચૂકવણી માટે કરશે. લિસ્ટિંગ બાદ પ્રમોટરનો હિસ્સો 100 ટકાથી ઘટી 77.97 ટકા થશે.

Tracxn ડિસ્કાઉન્ટમાં

ગ્રે માર્કેટમાં હાલ 4થી 6 રૂપિયા ડિસ્કાઉન્ટ બોલાઈ રહ્યા છે. કંપનીએ રૂ. 309.38 કરોડનો આઈપીઓ યોજ્યો હતો. જેની ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 80 હતી. જે 2.01 ગણો ભરાયો હતો.