સુરત

એથર ઇન્ડસ્ટ્રીઝ લિ. ગુજરાત રાજ્યના સુરત શહેરમાં નવા એક્સ્પાન્ડેડ R&D સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. ઉદ્ઘાટન પદ્મ વિભૂષણ પ્રોફેસર મનમોહન શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર કોન્ટ્રાક્ટ રિસર્ચ એન્ડ મેન્યુફેક્ચરિંગ સર્વિસિસ (CRAMS) બિઝનેસ સેગમેન્ટમાં વધતી જતી માગને પૂરી કરવામાં મદદ કરશે અને હાલના ઉત્પાદનો માટે વધુ બહેતર કાર્યક્ષમતા હાંસલ કરવાના પ્રયાસોને સાર્થક કરશે. તે ઉપરાંત, એથર ઇન્ડસ્ટ્રીઝનું આ નવીનતમ R&D કેન્દ્ર કંપનીના લાર્જ સ્કેલ મેન્યુફેક્ચરિંગ  મોડલને સહાયરૂપ બનશે અને કંપનીની સતત વિસ્તરી રહેલી આંતરિક ઉત્પાદન શૃંખલાને માટે ઇનોવેશનને પ્રોત્સાહીત કરશે. નવા R&D કેન્દ્રમાં 100 થી વધુ રિએક્ટર અને પુષ્કળ અન્ય જરૂરી ડાઉનસ્ટ્રીમ સાધનો સાથેનો વિશ્વનો સૌથી મોટો પાયલોટ પ્લાન્ટ પણ કાર્યરત છે.

સુરત R&D કેન્દ્રમાં જર્મન નિર્મિત 55 ફ્યુમ હૂડ સાથે સાત સિન્થેટિક લેબ હશે, આ સેટઅપ કંપનીને દરરોજ 110 પ્રતિક્રિયાઓ કરવા દેશે. દરેક ફ્યુમ હૂડ, ઉચ્ચતમ સ્તરની સલામતી સાથે અનુકૂળ, પ્રયોગ-સંબંધિત પરિમાણોને નિયંત્રિત કરવા માટે ઓટોમેશનની સુવિધા આપે છે. R&D કેન્દ્રમાં વિશિષ્ટ ક્વોલિટી કંટ્રોલ એન્ડ એસ્યોરન્સ લેબ પણ ઉપલબ્ધ છે.

પાયલોટ પ્લાન્ટમાં ડી.સી.એસ. ઓટોમેશન સિસ્ટમનો પણ સમાવેશ થાય છે, જે કંપનીને અમુક ગ્રામથી લઈને કેટલાંક કિલોગ્રામથી લઈને અનેક મેટ્રીક ટન સુધીના ઉત્પાદનોનું વિવિધ અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિવિધ સ્કેલ પર પરીક્ષણ કરવા સક્ષમ બનાવે છે, જેમ કે કન્ટિન્યુઅસ રિએક્શન અને હાઇ પ્રેસર રિએક્શન્સ. એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રમોટર અને વ્હોલ ટાઈમ ડાયરેક્ટર ડૉ. અમન દેસાઈએ જણાવ્યું છે કે, “અમને અમારા નવા એક્સપાન્ડેડ R&D કેન્દ્રના ઉદ્ઘાટનની જાહેરાત કરતાં આનંદ થાય છે, નવુ R&D કેન્દ્ર 31 માર્ચ, 2022 ના રોજ કંપનીમાં ઉપલબ્ધ R&D સુવિધા કરતાં ત્રણ ગણું છે. આ કેન્દ્રની સ્થાપના સાથે, અમે વિશિષ્ટ બજારો માટે ઉત્પાદનો અને રસાયણશાસ્ત્ર વિકસાવવા માટે અમારી ક્ષમતાઓને વધારી શકીશું. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ કેન્દ્ર પરની લેબ સતત સંપૂર્ણ ક્ષમતા પર કામ કરશે, જેના પરિણામે આવકમાં વધારો થશે અને CRAMS બિઝનેસ સેગમેન્ટ્સનું EBITDA માર્જિન ઊંચું હોવાથી બોટમ લાઇનને પણ પ્રોત્સાહન મળશે.”

આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ માટે કંપનીએ નવા-ઇનોવેટીવ ઉત્પાદનો અને પ્રક્રિયાઓ દ્વારા નવા બજારોમાં વ્યવસાયના વિસ્તરણને સરળ બનાવવા માટે R&D કેન્દ્રના કદને 3 ગણું વધારવા માટે અંદાજે 330 મિલિયન રૂપીયાનું રોકાણ કર્યું છે.

આર એન્ડ ડી સેન્ટરમાં કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થયો છે, જે માર્ચ 2022માં 164 કર્મચારીઓથી વધીને 30 સપ્ટેમ્બર, 2022 સુધીમાં 193 થઈ ગયો છે. કંપની નાણાકીય વર્ષ 23 ના અંત સુધીમાં કેન્દ્રમાં ઓછામાં ઓછા 225 લોકોને રોજગાર આપવાની અપેક્ષા રાખે છે, જે દક્ષિણ ગુજરાતમાં નવી રોજગારીનું સર્જન કરશે. રાસાયણિક અને તકનીકી ઉદ્યોગો તેમજ અન્ય વિવિધ ઉદ્યોગોમાં પ્રતિભાશાળી વ્યક્તિઓ માટે. આનાથી વધુ ઉત્પાદન સુવિધાઓ (CAPEX) સર્જવાનું પણ કંપની દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી વધુ રોજગારીનું સર્જન થશે.