CategorySubscription
(times)
QIB1.09
NII21.26
Retail8.36
Employee2.54
Total8.78

અમદાવાદ, 7 સપ્ટેમ્બરઃ ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેન્કનો આઈપીઓ આજે બીજા દિવસે કુલ 8.77 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 1.09 ગણો અને એનઆઈઆઈ સૌથી વધુ 21.26 ગણો ભરાયો હતો. રિટેલ રોકાણકારોએ 8.37 ગણી અરજી કરી હતી. કંપનીના કર્મચારીઓએ 2.53 ગણા બીડ ભર્યા હતા. આજે આ ઈશ્યૂમાં રોકાણ કરવાની અંતિમ તક છે.

ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેન્ક રૂ. 57-60ના પ્રાઈસ બેન્ડ પર રૂ. 463 કરોડનો આઈપીઓ લાવી છે. જેમાં રોકાણ કરવા રિટેલ રોકાણકારોએ લોટદીઠ (250 શેર) રૂ. 15000નું રોકાણ કરવુ પડશે, ત્યારબાદ તેના ગુણાંકમાં અરજી કરી શકશે. ઈશ્યૂના શેર એલોટમેન્ટ 10 નવેમ્બરે અને લિસ્ટિંગ 16 નવેમ્બરે થશે.

ગ્રે પ્રીમિયમઃ ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેન્કના આઈપીઓ માટે ગ્રે માર્કેટમાં રૂ. 60ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 20 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. જે લિસ્ટિંગ 35 ટકાથી વધુ પ્રીમિયમે થવાનો આશાવાદ દર્શાવે છે.

બ્રોકરેજ ટીપ્સ

આનંદ રાઠી, બીપી ઇક્વિટીઝ (બીપી વેલ્થ), દિલીપ દાવડા, જીઓજીત સિક્યોરિટીઝ લિ., હેમ સિક્યોરિટીઝ, ઇન્ડસેક સિક્યોરિટીઝ, એલકેપી સિક્યોરિટીઝ લિ., મોતીલાલ ઓસવાલ, નિર્મલ બંગ, એસબીઆઈસીએપી સિક્યોરિટીઝ લિ., બીપી ઇક્વિટીઝ પ્રાઇવેટ લિ., સુશીલ ફાઇનાન્સ લિ. અને સુશીલ ફાઇનાન્સ લિ.. લિ.એ ESAF Small Finance Bank IPO ભરવા ભલામણ કરી છે. કેપિટલ માર્કેટે ESAF Small Finance Bank IPO માટે “May Apply”ની ભલામણ આપી છે. રેલિગેર બ્રોકિંગ લિ. IPO વિશે “તટસ્થ” વ્યુ ધરાવે છે. એક્સિસ કેપિટલ, એચડીએફસી સિક્યોરિટીઝ લિ., જેએમ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશનલ સિક્યોરિટીઝ અને વેન્ચ્યુરા સિક્યોરિટીઝ લિમિટેડે આઇપીઓને કોઈ રેટિંગ આપ્યુ નથી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)