શુક્રવારે બંધ થયેલા અને આશરે દોઢ ગણા ભરાયેલા Ethos IPOના શેરોનું અલૉટમેન્ટ બુધવારે 25 મે થવાની ધારણા સેવાય છે. 27 મે સુધીમાં શેર્સ એકાઉન્ટમાં ક્રેડિટ થવા સાથે તા. 30મી મેના રોજ લિસ્ટિંગ થવાનો અંદાજ છે. ઇશ્યૂ સાવ ઓછો ભરાયો હોવાથી રિટેલ રોકાણકારોના ખાતામાં વધુ શેર્સ ભરાશે કે રોકાણકારો ભરાશે તે તો લિસ્ટિંગ સમયે ખબર પડશે. કારણકે ગ્રે માર્કેટ સૂત્રો અનુસાર ગ્રે માર્કેટ પ્રિમિયમ આશરે રૂ. 2 આસપાસ બોલાય છે. સેકન્ડરી માર્કેટની કન્ડિશન અને એલઆઇસીના હાલ જોતાં શેર ફ્લેટ અથવા ડિસ્કાઉન્ટમાં પણ ખૂલી શકે તે શક્યતા નકારી શકાય નહિં. કંપની તેના આઈપીઓથી લગભગ રૂ. 472 કરોડ કરવાની યોજના ધરાવે છે. તેમાંથી 375 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જ્યારે બાકી લગભગ 97 કરોડના શેરો કંપનીના પ્રમોટરો અને શેરહોલ્ડરોએ વેચાણ માટે રાખ્યા છે.

eMudhra આઇપીઓ સબસ્ક્રિપ્શનઃ તા. 23 મે

કેટેગરીગણો ભરાયો
ક્યૂઆઇબી0.25
એનઆઇઆઇ0.16
રિટેલ1.69
ટોટલ0.96

એથર ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ તા. 24મીએ ખુલશે

ઇશ્યૂ ખૂલશે/બંધ થશે23 મે/26 મે
ફેશ વેલ્યૂરૂ. 10
પ્રાઇસબેન્ડ610- 642
શેર લોટ23 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ. 181.04 કરોડ

આઇપીઓ લોટ સાઇઝ

એપ્લિકેશલોટશેર્સન્યૂનતમરૂ.
મિનિમમ12314766
મેક્સિમમ13299191958